• બંધ થયેલી વિડીયોકોન કંપનીની અવાવરું જગ્યામાં 60044 બોટલોનો નાશ કરાયો
  • જિલ્લામાં સૌથી વધુ નબીપુર પોલીસ મથકમાં બોટલ નંગ 20441 કિંમત રૂ. 9370800 નો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.


ભરૂચ. જિલ્લાની હદમાં આવતા 9 પોલીસ મથકો દ્વારા 10 મહિનાના સમયગાળામાં ઝડપી પાડવામાં આવેલી 60,044 દારૂ-બિયરની બોટલો અને ટીન મળી કુલ ₹1.62 કરોડના જથ્થા પર મંગળવારે ચાવજ રોડ પર બંધ વિડીયોકોન કંપનીની અવાવરુ જગ્યામાં બુલડોઝર ફેરવી દેવાયું હતું.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઝડપાયેલા વિદેશી દારૂનાં જથ્થાનો પ્રાંત અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચનાં વિવિધ 9 પોલીસ મથકોમાં પ્રોહિબિશનનાં ગુના અંતર્ગત વિદેશી દારૂની બોટલો કબ્જે કરાયેલ હોય તેનો નાશ કરાયો હતો. જેમાં કુલ 60044 નંગ બોટલ અને રૂ.1.62 કરોડ ની કિંમતનો દારૂનાં જથ્થો નાશ કરાયો હતો.

ભરૂચ જિલ્લામાં એ ડિવીઝન પોલીસ મથક ખાતે કુલ 18,305 દારૂની બોટલ કિંમત રૂ. 2526791, બી ડિવીઝન પોલીસ મથકમાં 337 નંગ બોટલ કુલ રૂ. 61,700, સી ડિવીઝન પોલીસ મથકમાં 5121 નંગ બોટલ અને કિંમત રૂ. 1979720, ભરૂચ તાલુકા મથકમાંથી 473 નંગ દારૂની બોટલ કિંમત રૂ. 79,900, પાલેજ પોલીસ મથકમાં 10967 નંગ બોટલ કિંમત રૂ.1562160, દહેજ પોલીસ મથક 2931 નંગ બોટલ કિંમત રૂ. 406450, દહેજ મરીન પોલીસ મથકમાંથી નંગ બોટલ 1119 કિંમત રૂ. 222710, વાગરા પોલીસ મથકમાં 350 બોટલ નંગ કિંમત રૂ. 57050 નો સમાવેશ થાય છે.

જિલ્લામાં સૌથી વધુ હાઇવે પરથી દારૂની હેરફેરમાં નબીપુર પોલીસ મથકમાં બોટલ નંગ 20441 કિંમત રૂ. 9370800 નો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આજે આ તમામ પ્રોહિબિશન અંતર્ગત મળેલ દારૂનાં જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા આજે કુલ રૂ. 1,62,67287 નાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud