• ટિકિટ વંહેંચણીમાં ભરૂચ ભાજપમાં વ્યાપક અસંતોષ, ધારાસભ્ય વચન આપી ફરી ગયાનો આક્ષેપ
  • ભાજપ ભ્રષ્ટાચારીઓની પાર્ટી, પાલિકામાં તમામ કોન્ટ્રકટ સભ્યોના
  • અપક્ષમાંથી BJP માં જોડાયેલા પૂર્વ નગરસેવકનો બળાપો, ફરી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરશે
  • ભરૂચ ભાજપમાં ભંગાણને રોકવા મોવડી મંડળના પ્રયાસો

WatchGujarat. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડમાં પૂર્ણ થતાં જ ભરૂચ ભાજપમાં વ્યાપક અસંતોષ ઉભો થયો છે. જેને લઈ ભાજપમાં ભંગાણ સર્જાવા ની સ્થિતિ ઉભી થઈ છે. નારાજ આગેવાનોએ અપક્ષ અથવા અન્ય પક્ષમાંથી ચૂંટણી જંગમાં જંપલાવવાની તૈયારીઓ કરતા ભાજપ છાવણીમાં ભુકમ્પ સર્જાયો છે.

ભરૂચમાં વર્ષોથી દબદબો ધરાવતા ભાજપ ની હવે લોકો ઉપરની પકડ ઢીલી થઈ રહી છે. શિસ્ત સિદ્ધાંત અને સંયમ ની વાતો કરતા ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલાને મહત્વ મળતા તથા ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકરોની અવગણના થતા તેના ભાજપમાં જ ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે.

એક તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મ થી ચૂંટાતા આગેવાનોને ટિકિટ આપવામાંથી બાકાત કરતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોમાં સ્પષ્ટ નારાજગી જોવા મળી હતી. હવે ટિકિટ આપવામાં ભાજપની વિચારધારાને વરેલા અને વર્ષોથી ભાજપ માટે રાત દિવસ કાર્ય કરનાર ચુસ્ત કાર્યકરો અને આગેવાનોની ટિકિટ વંહેંચણી માં ધરાર અવગણના થતા ભાજમાં વ્યાપક અસંતોષ ઉભો થયો છે.

ભાજપમાં વોર્ડ નમ્બર 7 મા મજબૂત આગેવાન અને યુવાનોમાં પ્રિય એવા શંકર પટેલે ભાજપને રામરામ કરી કોંગ્રેસમાં જોડાઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઘોષણા કર્યા બાદ હવે ભાજપના જ એક અડીખમ સભ્ય મનહર પરમારે પણ ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી કરવાની અને શહેરના અન્ય વોર્ડમાં પણ પોતાના સમર્થકોને અપક્ષ પેનલો બનાવી ચૂંટણી જંગમાં ઉતારવાની ઘોષણા કરી છે.

વોર્ડ નંબર 8 મા મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વસ્તી છે. આ લોકો માટે સામાજિક કાર્યકર મનહર પરમાર કોઈપણ આપદામાં આધાર બની રહેતા હતા.પાલિકાની 2015 ની ચૂંટણીમાં તેમણે અપક્ષ તરીકે વિજેતા થઈ પોતાની તાકાત બતાવી હતી. જોકે પાછળથી તેમણે ભાજપાને પોતાનું સમર્થન આપ્યું હતું. મનહર પરમારે ભાજના ભ્રષ્ટાચાર સામે અવાજ પણ ઉઠાવ્યા હતા.

ભાજપે મનહર પરમારને ભૂતકાળમાં વિશ્વાસ આપવા છતાં ટીકીટ ન ફાળવતા તેમને ભાજપ સાથેનો છેડો ફાળવાની ઘોષણા કરી છે. ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ આપેલા વચનનો ભંગ કર્યો હોવાનું જણાવ્યું છે. હવે વોર્ડ નમ્બર 8 મા પોતાની અપક્ષ પેનલ ઉભી રાખવાની તથા અન્ય વોર્ડમાં પણ અપક્ષ પેનલો ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો હુંકાર કર્યો છે. જેના પડઘા ભાજપ છાવણીમાં પડઘાયા છે. મનહર પરમારના હુંકારના પગલે ભાજપમાં હડકમ્પ મચી જવા પામ્યો છે. ભાજપે મનહર પરમારનો મિજાજ જોઈ ડેમેજ કન્ટ્રોલ માટેની કવાયત હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે નગર પાલિકામાં પ્રમુખ તરીકે SC ની સીટ છે. વોર્ડ નમ્બર 8માં પણ એસ.સી. પુરુષ બેઠક છે. જેને લઈ વોર્ડ 8 ની ચૂંટણી મહત્વ પૂર્ણ બની છે. આગામી ટર્મ માટે નગરપાલિકા પ્રમુખ બનવા માટે એસ.સી. આગેવાનોમાં હોડ લાગી છે. તેવામાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ પોતાના સમર્થકને ટિકિટ ફાળવવાનો આગ્રહ રાખતા વિવાદ છેડાયો છે. જેને લઈ ખુદ ભાજપના જ અને અગાઉ આ જ વોર્ડમાંથી ચૂંટાયેલા પૂર્વ સભ્ય પ્રવીણ કટારીયા અને તેમના સમર્થકો પણ નારાજ થયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud