• બોઇલરમાં જામેલી રાખની સફાઇ વેળા કોલસાનો ગરમ પાઉડર જોઇન્ટમાંથી પડતા બની ઘટના
  • દાઝેલા ચારેય યુવાનોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

WatchGujarat. ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝમાં કોલસાની ચીમની નજીક કામ કરી રહેલ 4 કામદાર દાઝી જતાં તેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝમાં શુક્રવારે વધુ એક મોટો ઔધ્યોગિક અકસ્માત સર્જાયો હતો. કંપનીમાં પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમ્યાન કોલસાની ચીમની જામ થઈ જતાં જેટલા કામદારો ચીમનીમાંથી કોલસાનો પાઉડર કાઢી રહ્યા હતા એ દરમ્યાન એકાએક મોટી માત્રામાં ગરમ પાઉડર બહાર નીકળી જતાં નજીકમાં કામ કરી રહેલ કામદારો પર પડ્યો હતો જેમાં ચાર કામદારો દાઝી ગયા હતા.

બનાવની જાણ થતાની સાથે જ કંપની સત્તાધીશોએ દોડી આવી કામદારોને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.

દાઝી ગયેલા કામદારોમાં 28 વર્ષીય ઉપેન્દ્રસિંહ દીપસિંહ પઢિયાર રહે. રામવાટિકા સોસાયટી, અંકલેશ્વર, કૌશિક શંકરલાલ પટેલ ઉ.વ. 38 રહે. પટેલ સ્ટ્રીટ, નવા પુનગામ, અંકલેશ્વર, મહંમદ હનીફ અબ્દુલ શાહ ઉ.વ. 33 રહે. ઝંગાર, ભરૂચ અને 35 વર્ષીય અર્જુન પંડિત રહે. બિહારનો સમાવેશ થાય છે. જેઓ હાલ સારવાર હેઠળ છે.

ઘટનાની જાણ થતાં જ ઝઘડીયા પોલીસ તેમજ ફેક્ટરી એન્ડ હેલ્થ વિભાગની ટિમ દોડી આવી હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કોલસાની ચીમનીમાં જામેલી રાખ કાઢતી વેળા કંપની સત્તાધીશોએ સલામતીના કોઈ પગલાં લીધા હતા કે નહીં તેના ઉપર ઘટના બાદ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud