• 23 કેસોમાં ગુનો બનતો હોય પોલીસ ફરિયાદ કરાશે
  • કલેકટરના અધ્યક્ષમાં બનેલી 7 સભ્યોની સમિતિએ અત્યાર સુધી 4 બેઠક કરી
  • ઝઘડિયા અને વાલિયામાં અત્યાર સુધી 2 FIR નોંધી 14 ની અટકાયત કરાઈ છે

WatchGujarat. ગુજરાતમાં જમીન-મિલકત પચાવી પાડનાર સામે રક્ષણ આપવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કરાયા બાદ ભરૂચમાં અત્યાર સુધી 7 સભ્યોની બનેલી સમિતિ સમક્ષ 70 કેસ આવ્યા છે.

રાજ્ય સરકારએ જમીન , મકાન અને મિલકત ગેરકાયદેસર રીતે પચાવી પાડનાર સામે કડક પગલાં ભરતાં લેન્ડ ગ્રેબિગ એકટ પસાર કર્યો છે. લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ભરૂચ જિલ્લામાં થયેલી કામગીરી અંગે નિવાસી અધિક કલેકટર જે. ડી. પટેલે જણાવ્યું હતું કે, આજદિન સુધી કુલ 70 કેસ આવેલ છે. જે પૈકી 23 કેસોમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોય સમિતિ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરાયો છે.

અત્યાર સુધી 4 બેઠક કરવામા આવી છે. તા. 17 ફેબ્રુઆરીની સમિતીની બેઠકમાં 19 કેસોમાં ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરાયો છે. લેન્ડ ગ્રેબિંગ 23 કેસોના ફરિયાદની વિગતમાં જંબુસર તાલુકાના દહેગામમાં સરકારએ ફાળવેલ સીલીગની જમીન પચાવી પાડવાના 14 કેસોમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરવામા આવેલ છે.

ઝઘડીયા તાલુકામાં 4 અને વાલીયા તાલુકામાં 1, ભરૂચ તાલુકામાં 2 , આમોદ તાલુકામાં 1 અને અંકલેશ્વર તાલુકામાં 1 કેસમાં પોલીસ ફરિયાદ માટે નિર્ણય કરવામા આવેલ છે. ઝઘડિયા તાલુકાના અવિધા ગામ તથા વાલીયા ગામના કેસમાં પોલીસ અધિક્ષક દ્વારા એફ.આઈ.આર.નોધી જમીન પચાવી પાડનાર 14 ઈસમો સામે ફરિયાદ દાખલ કરી અટકાયત કરાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud