• તળાવનો પાળો તૂટતા હજારો ટન લિગ્નાઇટના જથ્થા પર પાણી ફરી વળતા પ્રોજેકટ ઠપ
  • કેગના 2020 ના રિપોર્ટમાં પણ GMDC માં કરોડો રૂપિયાની અનિયમિતતા અને વહીવટ અંગે ટીકા કરાઈ હતી
  • ગત વર્ષે ફેબ્રુઆરીમાં જ તળાવનો પાળો તૂટતા લિગ્નાઇટની ખાણ પાણીમાં ગરક થઈ હતી

WatchGujarat. ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રાજ્ય સરકારનો ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ GMDC 1983 ની સાલથી કાર્યરત છે. રાજપારડી ખાતેથી ઉત્તમ પ્રકારના લિગ્નાઇટનું નિગમ દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવે છે જેની માંગ રાજ્ય ભરમાં રહે છે. રાજ્ય સરકાર હસ્તકનું નિગમ હોય તેના જવાબદાર અધિકારીઓ દ્વારા લિગ્નાઇટ ઉત્પાદનમાં મોટાપાયે બેદરકારી તથા ભ્રષ્ટાચાર વર્ષોથી થતો હોવાની ફરિયાદો ઊઠે છે.

રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટ ખાતે હાલમાં જ્યાં લિગ્નાઇટ ઉત્પાદન માટે ખાણકામ કરવામાં આવે છે તે સ્થળે ખાણકામ દરમિયાન નીકળેલ પાણીનું તળાવ બનાવવામાં આવેલ હતું. ડમ્પ કરેલ માટીના કારણે તળાવ ફાટતા ખુલ્લા થયેલા લિગ્નાઇટ પ્લોટમાં પાણી ફરી વળતાં હજારો ટન લિગ્નાઇટ પાણીમાં ડૂબી ગયો હતો.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ખાણકામ દરમ્યાન જે પાણી જમીન માંથી નીકળે છે. તે પાણીના નિકાલ માટે ખાણમાં જ મોટું તળાવ બનાવવામાં આવેલ છે. ખાણકામ દરમિયાન મોટા પાયે માટી પણ નીકળતી હોય ખાણકામ થી 3 કિલોમીટર થી વધુ દૂર આ માટી ડમ્પ કરવાની હોય છે. જેના બદલે રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટના વહીવટ કર્તાઓ તથા કોન્ટ્રાક્ટરના મેળાપીપણામાં ખાણ કામની નજીક જ જ્યાં પાણીનું તળાવ બનાવવામાં આવેલ હતું. તેની આજુબાજુમાં મોટાપાયે લિગ્નાઇટ ઉત્પાદન દરમિયાન નીકળતી માટી હજારો ટન ડમ્પ કરવામાં આવી હતી.

આ માટીનું દબાણ વધતા તળાવ નો પાળો ટુટી ગયો હતો અને ખાણકામ કરી ખુલ્લો કરવામાં આવેલ લિગ્નાઇટ વાળી જગ્યાએ લાખો લિટર પાણી તે એરિયામાં ઘુસી જતા જીએમડીસીનો હજારો ટન લિગ્નાઇટ પાણીમાં ફરીથી ગરકાવ થઈ ગયો હતો. હજારો ટન લિગ્નાઇટ પાણીમાં ગરકાવ થતા રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થવા પામી હતી.

બેદરકારીના કારણે નિગમને કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. જે કોન્ટ્રાક્ટર દ્વારા આ ખાણકામ કરી લિગ્નાઇટ ઉત્પાદન કરવામાં આવે છે. તેને થયેલ નુકસાન તો નિગમના અધિકારીઓના સારા સંબંધના કારણે ચૂકવાઈ જશે. પરંતુ તે બધુ નુકસાન નિગમના માથે જ આવી રહેશે. ત્યારે વારંવાર થતી રાજપારડી  લિગ્નાઇટ પ્રોજેક્ટ  ખાતે આવી નુકશાની માટે જવાબદાર રાજપારડી લિગ્નાઈટ પ્રોજેક્ટ તથા વડી કચેરી અમદાવાદના અધિકારીઓ સામે દંડનીય કાર્યવાહી થવી જોઈએ તે ઇચ્છનીય છે. વર્ષ 2020 ના કેગ ના રિપોર્ટમાં પણ GMDC ની કરોડો રૂપિયાની અનિયમિતતા અને વહીવટ અંગે ટીકા કરાઈ હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud