• 26 જાન્યુઆરી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અસામાજિક પ્રવૃતિઓની આશંકાઓ તેમજ ભૂતકાળમાં બૉમ્બ બ્લાસ્ટની વિવિધ ઘટનાઓને લઈ તંત્રના 60 દિવસ સુધી વિવિધ જાહેરનામા જારી
  • અસામાજિક પ્રવૃત્તિની આશંકા,પોલીસ વિભાગ સતર્ક, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના પેટ્રોલ પંપ સહિત હોટલ-દુકાનોમાં સીસીટીવી ગોઠવવા સૂચના, જૂના વાહનોના લે-વેચના રેકર્ડ રાખવા તાકીદ
file photo

WatchGujarat. ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા કોઇ ગુનાઇત કૃત્યને અંજામ અપવામાં આવે તેવી શક્યતાઓને લઇને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. બીજી તરફ જિલ્લા વહિવટી તંત્રએ પણ વિવિધ જાહેનામાઓ પ્રસિધ્ધ કરીી ચોક્કસ બંધનો લાદવામાં આવ્યાં છે. આતંકવાદીઓ, ત્રાસવાદીઓ, અસામાજિક તત્વો દરિયાઇ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલાં ટાપુઓ તેમજ આલીયાબેટ આવી રોકાણ કરે તેવી શક્યતાઓને લઇને જિલ્લાના પાંચેય ટાપુઓ પર અધિકૃત અધિકારીની પુર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત જૂના મોબાઇલ-સીમકાર્ડના વેચાણ તેમજ હોટલ, દુકાનો પર સીસીટીીવી લગાવવા સહિતના વિવિધ મુદ્દાઓને લઇને ખાસ જાહેરનામા બહાર પાડવામાં આવ્યાં છે.

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શરૂ થવાની છે. ઉપરાંત 26 મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ હોઇ શહેર જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા કોઇ ગુનાઇત કૃત્યને અંજામ આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લામાં આવા કોઇ ત્રાસવાદ જેવા કોઇ અનિચ્છનિય બનાવો ન બને. કાયદો અને વ્યવસ્થા જળવા રહે તે માટ ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના પગલાંરૂપે ધનિષ્ટ ચેકિંગ સહિતના પગલાં હાથ ધરાયાં છે.

file photo

ઉપરાંત ત્રાસવાદીઓ દરિયાઇ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલાં ટાપુઓ જેમકે સરફુદ્દીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ તેમજ આલિયાબેટમાં આવી રોકાણ કરે તેવી શક્યતાઓને લઇને તમામ બેટ પર અધિકૃત અધિકારીની મંજૂરી વિના કોઇ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમજ કોઇ પણ પ્રકારના બાંધકામ, ધાર્મિક મેળાવડા ન કરવા સૂચના અપાઇ છે. ઉપરાંત જો કઇ પ્રવેશ કરે તો તેમની સામે કાનની પગલાં ભરવામાં આવશે તેમ જણાવાયું છે.

જૂના મોબાઇલ-સીમકાર્ડ લે-વેચનું રજીસ્ટર નિભાવવા હૂકમ

આતંકી – ત્રાસવાદી પ્રવૃત્તીઓ સાથે સંકળાયેલાં અસામાજિક તત્વો દ્વારા બોમ્બ બ્લાસ્ટ સહિતના ગુનાઇત કૃત્યને અંજામ આપવા માટે જૂના મોબાઇલ-સીમકાર્ડનો ઉપયોગ કરતાં હોય છે. જેને પગલે કલેક્ટરે ખાસ જાહેરનામું બહાર પાડી તાકીદ કરી છે કે, મોબાઇલના દુકાનદારોએ ખરીદ-વેચાણ કરતી વેળાં ગ્રાહકનું નામ, સરનામું નોંધવા સાથે તેમની ઓળખ અગેની નોંધણીનું રજિસ્ટર નિભાવવું જરૂરી છે.

પેટ્રોલ પંપ, હોટલ-દુકાનો પર CCTV ગોઠવવા સૂચના

ભુતકાળમાં બોમ્બ બ્લાસ્ટ સહિતના ગુનાઓને અંજામ આપી અસામાજિક તત્વો રાજ્યબહાર ભાગી જતાં હોય છે. અથવા તો અન્ય સ્થળે પહોંચી હોટલ-ગેસ્ટ હાઉસ સહિતના સ્થળોએ રોકાતાં હોય છે. ઉપરાંત પેટ્રોલ પંપ, દુકાનો, ધાર્મિક સ્થળો પર તેમની અવર-જવર હોઇ તેઓની ઓળખ થઇ શકવા સાથે તેમની ગતિવિધી જાણી શકાય તે માટે વિસ્તારોમાં સીસીટીવી ગોઠવવા સૂચના આપવામાં આવી છે.

ટ્રાન્સપોર્ટરોએ ડ્રાઇવર-ક્લિનરનો ભુતકાળ જાણવો પડશે

અસમાજિક પ્રવૃત્તિઓ આચરતાં તત્વો ઔદ્યોગિક વસાહતમાં ચાલતાં ટ્રાન્સપોર્ટના વાહનોમાં ડ્રાઇવર-ક્લિનરની નોકરી મેળવી ભૌગોલિક સ્થિતીનો ચિતાર મેળવતાં હોય છે. તેમજ સ્લિપર સેલ તરીકે તેમનો ઉપયોગ થાય છે. જેથી ટ્રાન્સપોર્ટરોએ તેમના ડ્રાઇવર-ક્લિનરના નામ-સરનામા સહિત તેમના અગાઉના ઇતિહાસની માહિતી મેળવવી જરૂરી છે.

ભાડૂઆતોની નોંધણી કરાવી જરૂરી

ત્રાસવાદી તત્વો રહેઠાંણ તેમજ ઔધ્યોગીક વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સસલામતી અને શાંતીનો ભંગ કરે છે. તેમજ માનવ જીંદગી અને જાહેર સંપતિને નુકશાન પહોંચાડવાની કોશિષ કરે છે. જેથી દરેક મકાન માલીકો, દુકાનો સહિતના એકમોના માલિકોએ ભાડૂઆતોની નોંધણી સ્થાનિક પોલીસ મથકે કરવા માટે સૂચના આપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud