વોર્ડ નંબર 11 માં બનેલો રોડ મસમોટો ભૂવો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો
સ્થાનિકોએ બેરીટેક કરી જોખમી રસ્તો બંધ કર્યો
WatchGujarat. ભાગ્યું ભાગ્યું ભરૂચની કહેવત મંગળવારે ફરી ભ્રષ્ટાચારીઓના પાપે ઉજાગર થઈ હતી. ભરૂચના વોર્ડ નંબર 11 માં RCC રોડ પર 6 ફૂટ જેટલો ભૂવો પડતા રસ્તાનો એક ભાગ બેસી ગયો હતો. માર્ગ પરથી પસાર થતું ટ્રેક્ટરની ટ્રોલી ભૂવા માં ખાબકતા દોડધામ મચી ગઇ હતી.
જુના ભરૂચ શહેરના શ્રીજી મંદિર નજીક RCC માર્ગ પર મસમોટો ભૂવો પડતાં દોડધામ મચી જવા પામી હતી. મસમોટા ભૂવામાં એક ટ્રેક્ટરની ટ્રોલી પણ ખાબકતા સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ સાથે ભય જોવા મળ્યો હતો. એક તરફનો સમગ્ર રોડ બેસી જતા અને ટ્રોલી ભૂવામાં ઉતરી જતા વાહનવ્યવહાર પણ બંધ થઈ ગયો હતો.
ઔદ્યોગિક ગઢ હજી પણ રસ્તા, ટ્રાફિક, ડ્રેનેજ સહિતની પ્રાથમિક સવલતો મુદ્દે વિકાસ ઝંખી રહ્યું છે. વિકસતા જતાં ભરૂચમાં ચોમાસા બાદ માર્ગોની બિસ્માર હાલત થઈ ગઈ છે. દિવાળી બાદ માર્ગોનું સમારકામ તંત્ર દ્વારા શરૂ પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આવેલ શ્રીજી મંદિર નજીક તંત્ર દ્વારા RCC રોડ બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ પર આજે સવારના સમયે મોટો ભૂવો પડ્યો હતો. માર્ગનો એક ભાગ જાણે આખે આખો સ્લેબ સાથે બેસી ગયો હતો.
જે વેળા અહીંથી પસાર થતું ટ્રેક્ટર ટ્રોલી ભુવામાં ખાબકી હતી. મુખ્ય માર્ગ પર મસમોટો ભૂવો પડતાં વાહન વ્યવહારને અસર પહોચી હતી. સ્થાનિકોએ ભુવાની આસપાસ બેરીકેટ મૂકી માર્ગ બંધ કરી દેવાની ફરજ પડી હતી. માર્ગ પર મોટો ભૂવો પડતાં માર્ગનું નિર્માણ કરનાર કોન્ટ્રાકટરની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે તંત્ર આ માર્ગનું વહેલી તકે સમારકામ કરાવે એ જરૂરી છે. ભૂવામાં ભરૂચ કે રસ્તામાં ભ્રષ્ટાચારનો ભૂવો સહિતના સવાલો સ્થાનિકોએ રોષ સાથે ઉઠાવ્યા હતા.