પોસ્ટમેન અને બે સગી બહેનો ટ્રક નીચે કચડાઈ
બહેન અને 2 ભાણી ને લઈ મામા બાઇક પર ડેડીયાપડા જતા હતા
ઓવરટેક મારી ટ્રક પલટી ખાતા ત્રણે બાઇકોનો ખુરદો
WatchGujarat. નેત્રંગ તાલુકાના ધાણીખૂટ અને થવા નજીક નાળા પર ઓવરટેક કરવા જઈ રહેલી ટાઇલ્સ ભરેલી ટ્રકે 3 બાઇકને અડફેટે લીધી હતી. ગોઝારા અકસ્માતમાં ટ્રક પલટી મારતા 2 બહેનો સહિત 3 વ્યક્તિના મોત જ્યારે 4 ગંભીર રીતે ઘવાયા હતા.
મહારાષ્ટ્ર તરફથી ટાઇલ્સ ભરેલી ટ્રક દેડીયાપાડાથી નેત્રંગ તરફ મંગળવારે આવી રહી હતી. બીજી તરફ 3 અલગ અલગ બાઇકો ઉપર 6 લોકો નેત્રંગ થી દેડિયાપાડા જઇ રહ્યા હતા. નેત્રંગના ખરેઠા ગામના મીનેશ મનસુખ વસાવા પોતાની બાઇક પર બહેન આશા વસાવા અને 2 ભાણી દ્રષ્ટિ તેમજ ધ્રુવીને બેસાડી દેડિયાપાડાના ચુલી ગામે બહેનના ઘરે મુકવા જઇ રહ્યા હતા.
જ્યારે દેડિયાપાડાના ગુલદા આંબા ગામના છના વસાવા અને બાપદા ગામના પોસ્ટમેન સંજય વસાવા પણ તેમની બાઇકો પર નેત્રંગ થી ઘર તરફ જતા હતા.દરમિયાન નેત્રંગના ધાણીખૂટ થવા ગામ વચ્ચે નાળા પરથી 3 બાઇકો પર આ 6 વ્યક્તિ પસાર થતી હતી ત્યારે ટાઇલ્સ ભરેલી ટ્રકે ઓવરટેક મારવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રકે ઓવરટેકમાં 3 બાઈકોને અડફેટે લેવા સાથે પલટી મારી જતા બાઇકો અને તેના પર સવાર લોકોને કચડી નાખ્યા હતા.
ગોઝારા અકસ્માતમાં 2 બહેનો દ્રષ્ટિ અને ધ્રુવી તેમજ ટપાલી સંજય વસાવાનું ઘટના સ્થળે જ ટ્રક નીચે કચડાઈ જતા કમકમાટી ભર્યું મોત નિપજતું હતું. જ્યારે મામા મીનેશ વસાવા અને માતા આશાબેન તેમજ અન્ય એક બાઇક ચાલક છના વસવાને ગંભીર ઇજાઓ પોહચી હતી.
ઘટનાને પગલે સ્થળ પર આક્રંદ તેમજ ઇજાગ્રસ્તોની ચિચિયારીઓ સાથે ટોળા ઉમટી પડવા સાથે ટ્રાફિકજામ છવાયો હતો. નેત્રંગ પોલીસ અને 108 એમ્બ્યુલનસે દોડી આવી મુતદેહોને સીએચસી સેન્ટર ખાતે ખસેડયા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને રાજપીપળા સિવિલમાં ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી. અકસ્માત સર્જક ટ્રક ચાલક પણ ઘવાયો હતો. નેત્રંગ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકો ના નામ
- દ્રષ્ટિ ધીરેન વસાવા ઉ.વ. 6
- ધ્રુવી ધીરેન વસાવા ઉ.વ. 10
બન્ને રહે, ચુલી, દેડિયાપાડા
- સંજય દામજી વસાવા ઉ.વ.35, (ટપાલી), બાપદા, દેડિયાપાડા
ઇજાગ્રસ્તો
- આશાબેન ધીરેન વસાવા ઉ.વ. 35, ચુલી
- મીનેશ મનસુખ વસાવા ઉ.વ. 32, ખરેઠા, નેત્રંગ
- છના નરસિંહ વસાવા ઉ.વ.35, ગુલદા આંબા, દેડિયાપાડા