• ઝાડેશ્વર ચોકડી સ્થિત રાઠોડ & લક્ષ્મી ટ્રાવેલ્સના સંચાલકને પોલીસે ગ્રાહક બની દબોચ્યો
  • લોકડાઉનની ખોટી અફવાઓ ફેલાવી અન્ય રાજ્યોના લોકો પાસેથી બેગણા રૂપિયા વસૂલી, એપેડેમીક એક્ટ હેઠળ ગુનો દાખલ

WatchGujarat. કોરોનાના કહેર વચ્ચે હવે લોકો ફફડી રહ્યા છે ત્યારે ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં વસેલા પરપ્રાંતિયોને લોકડાઉનનો ભય બતાવી વતન જવા માટે બમણાં રૂપિયા ખંખેરી અફવા સાથે લૂંટ ચલાવતા રાઠોડ & લક્ષ્મી ટ્રાવેલ્સના સંચાલકની ધરપકડ કરાઈ છે. કોવીડ 19 કોરોના વાઈરસ અંગે જાહેર થયેલ ગાઈડ લાઈન મુજબ સી ડીવીઝન પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી હેઠળ લોકડાઉનનો ખોટો હાઉ ઉભો કરી ટ્રાવેલ્સ સંચાલક દ્વારા પરપ્રાંતિયો પાસે લૂંટ ચલાવાતી હોવાની માહિતી મળી હતી.

ઝાડેશ્વર ચોકડી પાસે આવેલ ગજાનંદ કોપ્લેક્ષમાં દુકાન નં -12 મા આવેલી રાઠોડ ઍન્ડ શ્રી લક્ષ્મી ટ્રાવેલ્સ એજેન્શીના સંચાલક થનારામ ધનારામ જાટ રહે. ઝાડેશ્વર પોતાની પાસે બહારના રાજ્યમાં જવા માટે ટ્રાવેલ્સની ટીકીટ લેવા આવતા પરપ્રાન્તીય મંજુર વર્ગના વ્યક્તિઓમાં કોરોના વાયરસ મહામારીને લઈને લોકડાઉનની અફવા ફેલાવતો હતો. થોડા દિવસમાં ભરૂચમા લોક ડાઉન થઈ જવાનું છે તેવી અફવા ફેલાવી આ ટ્રાવેલ્સ સંચાલક પટના લખનઉ , કાનપુર , ખાતે જવુ હોય તો તાત્કાલીક ટીકિટ કરાવી દો નહીતર થોડા દિવસ પછી લોક ડાઉન થઈ જશે તેમ કહેતો હતો.

તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ થઇ જશે ટીકીટ પણ મળશે નહી તેવુ જણાવી હાલમાં ચાલી રહેલા નોવેલ કોરોના વાઈરસ મહામારીમાં પોતાના આર્થીક ફાયદા સારૂ ખોટી અફવા ફેલાવી લોકો પાસેથી વધારે પૈસા મેળવી ટીકીટોનું વેચાણ કરી રહ્યો હતો.

સી ડોવિઝન પોલીસે હકીકતના આધારે, રાઠોડ ઍન્ડ શ્રી લક્ષ્મી ટ્રાવેલ્સની ઓફીસમાં જઈ વેરીફાઈ કરતા સંચાલક થનારામ ધનારામ દુર્ગારામ ધનારામ જાટ (ઉ-36) (રહે હાલ – 102 એકદંત રેસીડેન્સી વિશ્રામ નગર સામે ઝાડેશ્વર ભરૂચ)નાનો પોતાના આર્થીક ફાયદા સારૂ પરપ્રાંતીય મજુર વર્ગના લોકો પાસે નીયત ભાડા કરતા વધારાના ભાડાની ટીકીટોનું વેચાણ કરતો હોવાનું ખુલ્યું હતું.

પોતાની ઓફીસ ઉપર લોકોના ટોળા ભેગા કરી કોરોના વાઈરસ ફેલાવતો હોય તે રીતે બીજાની જીંદગી જોખમમાં નાખી બેદરકારી ભર્યું વર્તન તેમજ પરપ્રાન્તીય મજુર વર્ગના વ્યક્તિઓમાં ખોટી અફવા ફેલાવી મજુરોમા લોકડાઉન થવાનો ભય ફેલાવવાનું કૃત્ય બદલ ગ્રાહકનો સ્વાંગ રચી પોલીસે છટકું ગોઠવ્યું હતું.

ટ્રાવેલ્સ સંચાલકને પકડી પાડી તેની સામે આપદા પ્રબંધન અધિનિયમ એક્ટ તથા એપેડેમીક ડીસીઝ એક્ટ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. છે.

અફવાઓ ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી

ભરૂચ પોલીસે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન તથા જાહેરનામાનું ચુસ્ત પાલન કરવા જણાવી કહ્યું છે કે, લોકોએ કોરોના અંગેની ખોટી અફવાઓથી ગભરાવું નહીં. જે લોકો કોરોના વાઈરસ સદર્ભે ખોટી અફવા ફેલાવશે તેઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. તમામ લોકોએ સોશીયલ ડિસ્ટન્સ જાળવવુ માસ્ક , પહેરવુ તથા સેનેટાઈઝર સાથે રાખવા.

પોલીસે અફવાહથી પલાયન થતા પરપ્રાંતિયોને રોકવાનો પ્રયાસ કર્યો 

લોકડાઉન થઈ જશે તો તેવો અટવાઈ જશે અને ભરૂચમાં જ ફસાઈ જવાથી વતન જઈ શકશે નહીં સહિતની ચિંતા ને લઈ પરપ્રાંતિયો હવે ટ્રેનો, એસટી બસ અને ખાનગી બસોમાં વતનની વાટ પકડી રહ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ઔદ્યોગિક વસાહત વિસ્તારો અને પરપ્રાંતિયો ની વસ્તી માં જઇ તેઓને સમજાવવામાં આવી રહ્યા છે. લોકડાઉન થવાનું નથી, અફવાઓથી દૂર રહો, કોઈપણ ભય રાખવાની જરૂર નથી તેમ કહી પરપ્રાંતીય કામદારોને પોલીસ શાંતિથી સમજાવી તેમની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud