• મહેસાણાના ડ્રાઈવરને મહિસાગર કિનારે બોલાવી 10-10 ની 2 નોટના ચાદર નીચેથી 2100 કરી આપી વિશ્વાસમાં લીધો
  • કપાસ અને એરંડાના રૂપિયા આવતા ડ્રાઈવર પોઇચા આવતા વિધી ના નામે મહારાજ સહિત 5 શખ્સો એ મળી લૂંટી લીધો

#Bharuch - લોભને નહીં થોભ : ચાદર નીચેથી રૂપિયા ખેંચી ડબલ કરવાની લાલચ આપી લુંટ

WatchGujarat. તાંત્રિક વિધી થી ચાદર નીચેથી રૂપિયા ખેંચી ડબલ કરવાની લાલચ આપી મહેસાણા રહેતા અમદાવાદ AMTS ના ડ્રાઈવરને પોઇચા વિધિ માટે બોલાવી ₹2.60 લાખ મહારાજ સહિત 5 શખ્સોએ લૂંટી લીધા હોવાની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધાઇ છે.

મહેસાણાના ભેસાણા ખાતે પટેલવાસમાં રહેતા મનુભાઈ પરષોત્તમભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી અમદાવાદ AMTS માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. મહિના પહેલા તેઓના ગામના મિત્ર વિક્રમસિંહ મોરજી જાડેજાએ જણાવ્યું હતું કે મારા પાસે એક મહારાજ છે જે તાંત્રિક વિધી કરી પૈસા ડબલ કરી આપે છે. #Bharuch

મનુભાઈના મોબાઈલ પરથી મિત્ર વિક્રમે કડી ના અગોલ ગામે રહેતા નસીબ નાથુ સિપાહીને ફોન કર્યો હતો. ફોન પર નસીબે કહ્યું હતું કે, હું જૂનાગઢના મહારાજને ઓળખું છું અને રૂબરૂ કચ્છમાં ચાદર નીચેથી પૈસા ખેંચી ડબલ કરતા પણ જોયા છે. જે બાદ આ વિધિ માટે અવારનવાર ફોન નસીમ કરતો હતો પોતાના પાસે 1.50 લાખ થતા ફરીથી નસીમનો ફોન આવતા વિધિ માટે જવાનું કહેતા નસીબે અત્યારે મહારાજ અજમેર હોવાનું કહ્યું હતું.

જે બાદ ફરી નસીબે મનુભાઈને ફોન કરી તેઓ પોઇચમાં બીજા નીલકંઠધામના મહારાજને ઓળખે છે તેમ જણાવતા મનુભાઈ એ પોઇચા બોહ દૂર પડે તેમ કહેતા મહિસાગર નદી કિનારે ડેમો ગોઠવવામાં આવ્યો હતો.

વાસદથી 10-15 કિલોમીટર હેરાખાડી ગામે આવેલ મહિસાગર નદી કિનારે લઇ ગયેલ ત્યા મનુભાઈને મહારાજ સાથે મળાવી 10-10 ની બે નોટ સાલ નીચે મૂકી મહારાજ સાથે તેઓનો હાથ નખાવી ₹2100 ખેંચી આપ્યા હતા. બીજીવાર ચાદર નીચે થી વધુ 2100 રૂપિયા કાઢી મહારાજે આ રૂપિયા દવાખાનામાં આપી દેવા જણાવ્યું હતું. જે બાદ ડ્રાઈવર પાસે આ વિધિમાં રૂપિયા ડબલ કરી આપી પૂંજાપાનો ખર્ચ 25 લાખ થાય તેમ જણાવી ₹ 5 લાખમાં પણ વિધી થઈ જશે તેમ કહ્યું હતું. #Bharuch

જોકે AMTS ના ડ્રાઈવર પાસે આટલી રકમ ન હોય તે સમયે તેઓ ઘરે આવી ગયા હતા જે બાદ ફરીથી નસીબ સિપાહી એ તેમનો સંપર્ક કરતા ડ્રાઇવરે પોતાની પાસે એરંડા અને કપાસના ₹2.60 લાખ આવ્યા હોવાનું જણાવ્યું હતું. બાકીના 2.40 લાખ હું કાઢી લઈશ એમ કહી 6 જાન્યુઆરીએ પોઇચામાં વિધિ નક્કી કરાઈ હતી. #Bharuch

ઇકો કારમાં મહેસાણાથી ₹2.60 લાખ લઈ એકના ડબલ ની લાલચમાં વિધિમાં પોઇચા પોહચતા નર્મદા નદીના કિનારે મહારાજે બોલાવી વિધિનો ખેલ શરૂ કર્યો હતો. એકાંત વાળી જગ્યામાં પુંજા કરવાના બહાને મનુભાઈ પટેલ સાથે મહારાજે વિધિના બહાને ફોન કરતા ફોર વ્હીલ ગાડીનો ડ્રાઇવર તથા તેની સાથે બેસેલ બીજો ઇસમ હાથમાં પાઇપ લઇ ઉતરયા હતા. #Bharuch

પાઇપ વાળા ઇસમે મનુભાઈના હાથમાનો થેલો ખુંચવી લઇ અમારી પાછળ આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી મનુભાઈ ના ₹2.60 લાખની લુંટ કરી નાસી ગયા હતા. અંતે મનુભાઈ એ નસીબભાઇ નાથુભાઇ સિપાઇ ,એક મહારાજ ,સ્વીફ્ટ ગાડી નં. જી.જે.02,સીપી.5471 નો ડ્રાઈવર અને ફોર વ્હીલ ગાડી માં આવેલા અન્ય 2 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે લૂંટ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

More #Money #double #scam #looted #bus #driver #police #action #Bharuch News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud