• ઝઘડિયાના અવિધા ગામે વડીલો પાર્જીત જમીન પર બાંધકામ કરી વસવાટ કરનાર 3 સામે ફરિયાદ
  • નવા કાયદા હેઠળ જિલ્લામાં એક જ સપ્તાહમાં પોલીસે 2 જેટલા ગુન્હા દાખલ કર્યા
  • મામલે વધુ તપાસ અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ ચલાવી રહ્યા છે

WatchGujarat. વાલિયાના સિલુડી ગામે ઔદ્યોગિક પ્લોટ પર 8 ભરવાડોનો ગેરકાયદે કબ્જા બાદ પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એકટનો પ્રથમ ગુનો નોંધાયો હતો. જે બાદ આદિવાસી ઝઘડિયા તાલુકાના સાંસદ મનસુખ વસાવા એ દત્તક લીધેલા અવિધા ગામે વડીલો પાજિઁત જમીન પર ગેરકાયદેસર વસવાટ બદલ 3 લોકો વિરુદ્ધ જમીન પચાવી પાડવાનો બીજો ગુનો રાજપારડી પોલીસ મથકે નોંધાવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ-2020 ના નવા કાયદા હેઠળ જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડનારા સામે હવે ભરૂચમાં પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે. નવા કાયદા હેઠળ જિલ્લામાં એક જ સપ્તાહમાં પોલીસે 2 જેટલા ગુન્હા દાખલ કર્યા છે, જેમાં પ્રથમ ગુનો વાલિયા તાલુકામાં નોંધાયો હતો તો બીજો ગુન્હો રાજપારડીના અવિધા ખાતે નોંધાવામાં આવ્યો છે.

ઝઘડિયા તાલુકાના સાંસદ મનસુખ વસાવા એ દત્તક લીધેલા અવિધા ગામ ખાતે આવેલ વડીલો પારજીત મિલકત સીટી સર્વે નંબર 1115/1 તથા સીટી સર્વે નંબર 1115/2 માં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી જમીન પચાવી પાડનાર ઈસમો વિરુદ્ધમાં ફરિયાદી અજયભાઈ રાવજીભાઈ પટેલ તેમજ સોમાભાઈ મૂળજીભાઈ પટેલે આપી હતી.

ફરિયાદનાં આધારે સર્વે નંબરવાળી જગ્યાએ ઘર તેમજ પશુઓ માટે ખીલા ચોઢી જમીન નહિ ખાલી કરનાર બીજલ ભાઈ છગન ભાઈ વસાવા, સુરેશભાઈ બીજલ ભાઈ વસાવા અને દિનેશભાઈ બીજલભાઈ વસાવા તમામ રહે, ડેરા ફળિયું અવિધા નાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

રાજપાડી પોલીસે તમામ ઈસમો સામે ગુજરાત સરકારના નવા કાયદા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ ચલાવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud