• સાંસદ મનસુખ વસાવા પક્ષના નિર્ણયનો અમલ કરવામાં ફરી સવાયા
  • પરિવારની દીકરીએ વડીયા તા.પં. અને નર્મદા જિલ્લા પંચાયતની આમલેથા બેઠક પર દાવેદારી કરી હતી
  • ભત્રીજા એ ગૃડેશ્વર તાલુકા પંચાયત બેઠક પર દાવેદારી નોંધાવી હતી
  • પાર્ટીમાંથી જે કોઈપણ ઉમેદવારનું નામ આવશે , તેને મારો પરિવાર અને સ્નેહીજનો પૂરી તાકાતથી જીતાડવા મહેનત કરશે : મનસુખ વસાવા

WatchGujarat. આખા બોલા અને સ્પષ્ટ BJP ના 6 ટર્મ થી ચૂંટાતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા હમેશા એક યા બીજા કારણોસર કે તેમના લેટર બૉમ્બને લઈ ચર્ચામાં રહે છે. MP ના લોકસભા મતવિસ્તાર ભરૂચ કે નર્મદા જિલ્લાના પ્રશ્નો હોય, આદિવાસીઓની સમસ્યા હોય તેના માટે તેઓ પક્ષ વિરુદ્ધ જઈ ને પણ લોકો માટે લડે છે. તાજેતરમાં જ SOU 121 ગામોનો ઇકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ મુદ્દે તેઓની રજુઆત બાદ પણ ઉકેલ નહિ લવાતા ધરાર રાજીનામુ ધરી દીધું હતું. બાદમાં સાંસદ ને મનાવી લઈ ઇકો સેન્સેટિવ ઝોનને રદ કરવા કવાયત હાથ ધરાઈ હતી.

હવે MP BJP પ્રદેશ પાર્લામેન્ટરી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જાહેર કરેલા નો પરિવાર વાદના નિર્ણયને લઈ ફરી લાઇમ લાઇટમાં છવાઈ ગયા છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલ એ આ વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પરિવાર વાદ નહિ નો નિર્ણય લીધો હતો. ભાજપના કોઈપણ આગેવાન, નેતા કે કાર્યકર એ ચૂંટણીમાં પરિવાર માટે ટિકિટ માંગવી નહિ તેવો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો.

બીજી તરફ નર્મદા જિલ્લાની 1 રાજપીપળા જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતની ચૂંટણી પૈકી જિલ્લા પંચાયતની આમલેથા અને વડીયા તાલુકા પંચાયતની બેઠક માટે MP વસાવના પરિવારની દીકરી પ્રીતિ વસાવા એ દાવેદારી કરી હતી. વળી, સાંસદ ના ભત્રીજા હસમુખ વસાવાએ ગરૂડેશ્વર તાલુકાના નવા વાઘપુરા તાલુકા પંચાયત સીટ પરથી પોતાની દાવેદારી નોંધાવી હતી.

પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ તરફથી લેવાયેલા નિર્ણય કોઈપણ નેતાના પરિવારમાંથી તાલુકા , જિલ્લા કે નગર પાલિકાની સીટ પરથી ઉમેદવારી કરવી નહીં , પાર્ટીના આ નિર્ણયને MP એ આવકાર્યો છે. તેમના પરિવારમાંથી પ્રીતિબેન વસાવાએ તાલુકા પંચાયત વડીયા અને જિલ્લા પંચાયત આમલેથા સીટ પરથી તથા ભત્રીજા હસમુખભાઈ ગોવિંદભાઈ વસાવાએ ગરૂડેશ્વર તાલુકાના નવા – વાઘપુરા તાલુકા પંચાયત સીટ પરથી જે દાવેદારી કરી હતી, તે દાવેદારી મારા પરિવારના બંને સભ્યો દીકરી તથા ભત્રીજાની તેઓએ પાછી ખેંચી છે.

BJP પાર્ટીમાંથી અન્ય જે કોઈપણ ઉમેદવારનું નામ આવશે , તેને સાંસદ નો પરિવાર અને સ્નેહીજનો પૂરી તાકાતથી જીતાડવા માટે મહેનત કરશે તેવી જાહેરાત સાથે MP એ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી છે. સાથે જ BJP ના અન્ય કાર્યકરો, આગેવાનો અને નેતાઓને પણ પ્રદેશ ભાજપના આ નિર્ણયને અનુસરી જે ઉમેદવારને ટિકિટ મળે તેને જીતાડવા પુરી ક્ષમતાથી કામે લાગી જવા આહવાન કર્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud