• સરકાર કે પક્ષ થી મને કોઈ જ નારાજગી નથી, સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે, મેં મારી તબિયતને લઈને રાજીનામું આપ્યું હતું : MP
  • CM રૂપાણી સાથે 47 મિનિટ ઇકો સેન્સેટીવ ઝોન, SOUમાં સ્થાનિકોને રોજગારી, ભરૂચ જિલ્લાના ખેડૂતોને બુલેટ ટ્રેન તથા એક્સપ્રેસ-વે જેવા મોટા પ્રોજેક્ટમાં જમીનનું યોગ્ય વળતર, જંબુસર તથા વાગરાના પીવાના પાણીના પ્રશ્નો અને નર્મદા નહેર આધારિત સિંચાઈના પ્રશ્નો અને ઉધોગોમાં રોજગાર મુદ્દે ચર્ચા

#Bharuch - મારા સમર્થનમાં 29 કાર્યકરોએ આપેલા રાજીનામાં પરત ખેંચવા વિનંતી : સાંસદ મનસુખ વસાવા

WatchGujarat. સાંસદ મનસુખ વસાવા એ રાજીનામુ પરત ખેંચ્યા બાદ ગુરુવારે સોશ્યલ મીડિયાના માધ્યમથી તમામ શુભચિંતકોનો લાગણી બતાવવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. સાથે 29 કાર્યકરોને પણ રાજીનામાં પરત ખેંચી બમણા જોશથી કામે લાગી જવા વિનંતી કરી છે.

MP મનસુખ વસાવાએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું છે કે, મારા રાજીનામા પછી મારા સમર્થનમાં મારા માટે લાગણી ધરાવી ઘણા બધા કાર્યકર્તા મિત્રોએ રાજીનામા આપ્યા છે, તેવા તમામ કાર્યકર્તા મિત્રોએ પોતાના રાજીનામા પાછા ખેંચી લેવા મારી નમ્ર વિનંતી છે તથા આવા બીજા પણ કાર્યકર્તાઓનો ખુબ જ આભારી છું કે જેઓ ભરૂચ,વાગરા,અંકલેશ્વર, વાલીયા, ઝઘડીયા નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા, રાજપીપલા, ગરુડેશ્વર, કરજણ, શિનોર વગેરે થી ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ-બહેનો મારા રાજીનામાની વાત સાંભળી મને રૂબરૂ મળવા દોડી આવ્યા. #Bharuch

આ મારા માટે કાર્યકર્તા મિત્રોનો ભાવ છે, લાગણી છે, ખરેખર આ ઘટના થી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. મોબાઈલ થી પણ ઘણા બધા કાર્યકર્તા મિત્રોઓએ મને રાજીનામું પરત ખેંચવાની અપીલ કરી અને લાગણી બતાવી હતી, તે તમામનો હું ખુબ જ ઋણી છું.

આપ સર્વ મિત્રોને મારે સવિનય સાથ જણાવવાનું કે, સરકાર કે પક્ષ થી મને કોઈ જ નારાજગી નથી, સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે, મેં મારી તબિયતને લઈને રાજીનામું આપ્યું હતું, પરંતુ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગણપતસિંહ જી વસાવા, પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ જી પરમાર વગેરે જેવા મહાનુભાવોની લાગણીને કારણે મેં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની સાથે બેઠક કરી હતી. #Bharuch

CM સાથે ની બેઠકમાં મેં ઇકો સેન્સેટીવ ઝોનના મુદ્દા, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક યુવાનોને રોજગારી, ભરૂચ જિલ્લાના ખેડૂતોને બુલેટ ટ્રેન તથા એક્સપ્રેસ-વે જેવા મોટા પ્રોજેક્ટમાં જમીનનું યોગ્ય વળતર આપવા, જંબુસર તથા વાગરાના પીવાના પાણીના પ્રશ્નો અને નર્મદા નહેર આધારિત સિંચાઈના પ્રશ્નોની ચર્ચા થઈ. આ ઉપરાંત વાલીયા, ઝઘડિયા, નેત્રંગ તથા નર્મદા જિલ્લાના સિંચાઇથી વંચિત ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા, ઉદ્યોગોમાં રોજગારી અંગેના બધા જ પ્રશ્નોની મેં મુખ્યમંત્રી વિજયભાઈ સાથે ચર્ચા કરી હતી. #Bharuch

ગણપતભાઈ વસાવા તથા પ્રદીપસિંહ જાડેજા સાથેની બેઠકમાં પણ ઉપરોક્ત બધા જ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી છે, બધા જ પ્રશ્નોનું ઝડપથી ઉકેલ આવશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આપ સર્વ કાર્યકર્તા ભાઈઓ બહેનો તથા સ્નેહીજનોને જણાવવાનું કે,મારા રાજીનામાનું કારણ મારુ અંગત કારણ હતું, મારા સ્વાસ્થ્યનું હતું, પાર્ટી કે સરકાર માટે મારે કોઈ નારાજગી નથી. આપ સર્વો મિત્રોએ મારા પ્રત્યે જે લાગણી વ્યક્ત કરી, તે તમામ પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ-બહેનોને જણાવવાનું કે, આપ સર્વો ફરી પૂરી તાકાતથી પોતાના કાર્યમાં લાગી જશો. તેવી મારી નમ્ર વિનંતી છે. હું આપ સૌ ની સાથે જ છુ. #Bharuch

More #MP Mansukh vasava #asked #follower #to-bring #back #resignation #Bharuch news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud