BJP ના દૂધ અને દહીંમાં પગ રાખનારને ચેતી જવા મનસુખ વસાવાની ધમકી નહિ વિનંતી
ભાજપની જીતની બાજી બગાડવાના પ્રયત્ન કરનાર પક્ષના જ આગેવાનોને મંચ પરથી આપી ચીમકી
WatchGujarat. વિવાદિત ભાષણોથી હમેશાં ચર્ચામાં રહેનાર ભરૂચ BJP સાંસદ મનસુખ વસાવાનો વાલિયામાં જાહેર સભાનો વધુ એક વિવાદિત વિડીયો વાયરલ થતાં BJP માં સોપો પડી ગયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વેળા વાલિયામાં સભાને સંબોધતા સાંસદે BJP ના જ કેટલાક આગેવાનોને આડે હાથે લીધા છે. કાર્યકર્તાને આહવાન કરતા MP વસાવા એ કહ્યું હતું કે, જીતની બાજી છે, છોડવાની નથી.
https://youtu.be/b65xcoP7lPU
વારંવાર આ કહેવાનું ન હોય, તેજીને ટકોરો હોય, સમજદાર લોકો સમજી ગયા છે. BJP ના કેટલાક આગેવાન દૂધમાં અને દહીંમાં પગ રાખે છે. ભાઈ મને બધા રિપોર્ટ મળતા હોય છે. સેન્ટ્રલ IB મનસુખ વસાવા પાસે છે. કોણ ક્યાં તીર મારે છે, મને ખબર પડે છે. કોઈ કુંડાળામાં નથી રમતો. મારી એક વિનંતી છે, ધમકી નથી, જીતની બાજી બગાડવાના પ્રયત્ન કરી રહેલા ભાજપના જ આગેવાનો શાનમાં સમજી જાય તેમ કહી MP એ તેઓને ચેતવ્યા છે.
સાંસદ મનસુખ વસાવાનો આ વીડિયો વાયરલ થતા જ ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપમાં જ સોપો પડી ગયો છે, વળી MP ના કહ્યા મુજબ દૂધ અને દહીં માં પગ રાખતા ભાજપના આગેવાનો પણ અંદરો અંદર સળવળી ઉઠ્યા છે.