• લોકો માટે લડતા, લાગણીશીલ મનસુખ વસાવા, અમારા સિનિયર સાંસદ, ભાજપ માટે ગૌરવ
  • તેઓને કેટલાક મુદ્દે મનદુઃખ છે, તેમાં મનાવી લેવાશે

WatchGujarat. ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાના રાજીનામા બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે કહ્યુ છે કે, મનસુખ વસાવાએ રાજીનામું આપ્યુ નથી.

મનસુખ વસાવા અમારા સીનિયર નેતા અને સાંસદ છે. મનસુખ વસાવાએ રાજીનામું નથી આપ્યુ, તેમણે કહ્યુ કે બજેટ સત્રમાં દિલ્હી જઇશ ત્યારે રાજીનામું આપીશ તેવો મને પત્ર લખ્યો છે. બે દિવસ પહેલા પણ તેમની સાથે વાત થઇ હતી, તેમણે કેટલાક મુદ્દા પર મનદુખ હતું તે વાત કરી હતી.

સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મીટિંગ થઇ હતી જેમાં ચર્ચા કરી હતી અને અમે સોલ્યુશન લાવવાની વાત કરી છે અને જલ્દી સમાધાન થઇ જશે. મનસુખ વસાવા સીનિયર સાંસદ છે અને તેમની લાગણી ના દુભાય તેવા પ્રયત્ન કરીએ છીએ.

નર્મદા જિલ્લામાં ઇકો સેન્સેટીવ ઝોન જે ઘણા વર્ષો પહેલા જાહેર કરવામાં આવ્યુ હતું, તેને લઇને વાત થઇ છે. કલેક્ટર દ્વારા જે એન્ટ્રી કરવામાં આવી છે, તેને લઇ કેટલાક લોકો દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અમે તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તેમની ગેરસમજ દૂર થાય.

સીઆર પાટિલે મનસુખ વસાવાની પ્રશંસા કરતા કહ્યુ કે, તે ઘણા સેન્સેટિવ માણસ છે, મનસુખ વસાવા લાગણીશીલ છે અને હંમેશા લોકો માટે લડે છે અને તેમની રજૂઆતો સાંભળી યોગ્ય નીરાકરણ લાવે છે, તે ઘણુ સારૂ કામ કરતા આવ્યા છે. આવા વ્યક્તિ અમારા સાંસદ છે તે અમારા માટે ગૌરવની વાત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud