- 6 ટર્મથી ભરૂચ-નર્મદા લોકસભા વિસ્તારના સ્વચ્છ અને આખા બોલી છબી ધરાવતા સાંસદ ના લેટર બોમ્બથી રાજકારણમાં ભૂકંપ
- રાજપીપળા મનસુખ વસાવના ઘરે મીડિયાનો જમાવડો, ભાજપ આગેવાનોના ફોન નો મારો છતાં સાંસદ તરફથી કોઈ પ્રતિઉત્તર નહિ
WatchGujarat. ઇકો સેન્સેટિવ ઝોન, ભરૂચ-નર્મદાના પ્રશ્નો, લવ ઝેહાદ નો મુદ્દો સહિતની અનેક સમસ્યાને વાચા આપવા સાથે CM – PM ને પત્ર પાઠવી ભાજપ સરકારમાં જ લોકોની સમસ્યા માટે લડતા સાંસદના પક્ષ અને લોકસભા સભ્ય પદ છોડવાના પત્રથી અનેક રહસ્યોના તાણાવાણા સર્જાયા છે.
ભરૂચ-નર્મદા લોકસભા મતવિસ્તારના 6 ટર્મથી સાંસદ અને પૂર્વીય મંત્રી રહેલા મનસુખ વસાવા એ ભાજપ પ્રદેશ અધ્યક્ષ C.R. પાટીલ ને પત્ર લખી રાજીનામુ ધરી દેતા ભૂકંપ સર્જાયો છે. સાંસદે આટલેથી નહિ અટકી બજેટ સત્રમાં રૂબરૂ સ્પીકરને લોકસભા સભ્ય પદેથી પણ રાજીનામુ આપી દેવાની કરેલી જાહેરાતથી ભાજપ અને રાજકારણમાં સોપો પડી ગયો છે.
— Mansukh Vasava MP (@MansukhbhaiMp) December 29, 2020
સાંસદ મનસુખ વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને લખેલા પત્રમાં જણાવ્યું છે કે , મનુષ્ય થી ભૂલ થતી હોય છે, મારી ભૂલને કારણે ભાજપ પક્ષને નુકશાન થયું હોય તો હું ક્ષમા ચાહું છું.
લોકચાહના ધરાવનાર આદિવાસી ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવના ધરાર નારાજગી નામને લઈ અનેક અટકળો નો ડોર શરૂ થઈ ગયો છે. સોશ્યલ મીડિયા પર પક્ષમાંથી છુટ્ટા થવાનો પત્ર મુક્યા બાદ સાંસદ કોઈના મોબાઈલ હાલ ઉઠાવી રહ્યા નથી.
બીજી તરફ રાજપીપળા સાંસદ ના ઘરે મીડિયા નો જમાવડો ભેગો થઈ ગયો છે. સ્વચ્છ, આખા બોલા અને સ્પષ્ટ વક્તા એવા સાંસદ હંમેશા પ્રજાકીય પ્રશ્નો અને સમસ્યા ઓ માટે ભાજપની રાજ્ય કે કેન્દ્ર સરકારમાં રજુઆત કરતા ખચકાતા ન હતા.
મનસુખ વસાવા ની ભરૂચ-નર્મદા જિલ્લાના પ્રાણ પ્રશ્નો, વિકાસના કામો, આદિવાસીઓની સમસ્યા, હાલ નો 122 ગામોનો ઇકો સેન્સેટિવ ઝોનનો મુદ્દો સહિત ને લઇ તેઓએ CM- PM ને પત્ર લખી ધ્યાન દોર્યું હતું. જોકે પક્ષમાં અને ગુજરાતમાં ભાજપની જ સરકારમાં ભાજપના સાંસદ ની વાત કે રજૂઆતનો પડઘો નહિ પડતો હોવાની અને તેમની કેટલીક રજૂઆતો અને વાત થી પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષા એ પક્ષમાં નારાજગી પણ જોવા મળતી હતી.
હવે તો સાંસદ ના ભાજપમાંથી લઈ રાજીનામાં અને બજેટ સત્ર માં લોકસભા સભ્ય પદ છોડવા અંગે તેઓ જાતે જ ખુલાસો કરી શકે તેમ છે તેઓ તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઇ રહી છે.