• સુપર સ્ટોર પર નજીવી બાબતે વકીલને માર મરાતા 10 દિવસ બાદ સારવાર દરમ્યાન નીપજ્યું હતું મોત
  • રાજકીય ઈશારે પોલીસ કામગીરી ન કરતી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ કર્યા હતા ધરણા

#Bharuch - મારામારી બાદ વકીલના મોતના મામલે આખરે 4 આરોપીની ધરપકડ

WatchGujarat. ભરૂચની અલકનંદા ગેલેક્ષી ખાતે રહેતાં વકીલ પર દુકાનના કાઉન્ટર પર સામાન્ય બાબતે થયેલી તકરારમાં 4 શખ્સોએ હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવા અર્થે દાખલ કરાયાં હતાં. દરમિયાનમાં 10 દિવસ બાદ તેમનું સારવાર વેળાં મોત નિપજવાના મામલામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Bharuch - મારામારી બાદ વકીલના મોતના મામલે આખરે 4 આરોપીની ધરપકડ

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી અલકનંદા ગેલેક્ષી સોસાયટીમાં રહેતાં અને ઝઘડિયા કોર્ટમાંથી રજીસ્ટ્રાર કમ નાઝર તરીકે નિવૃત્ત થયેલાં અને હાલમાં ભરુચ કોર્ટમાં વકિલાત કરતાં જશુભાઇ દયાલભાઇ જાદન ગત 17મીએ નજીકમાં આવેલી વ્રજ વિહાર સોસાયટીની કચ્છ સુપર સ્ટોર નામની દુકાનમાં સામાન ખરીદી કરવા ગયાં હતાં. જ્યાં કાઉન્ટર પાસે ઉભેલાં દિનુભા શિવસિંહ રાણા (રહે. નારાયણ દર્શન સોસાયટી) નામના શખ્સ સાથે સામાન્ય બાબતે તકરાર થતાં દિનુભાએ તેના અન્ય ત્રણ સાગરિતો પ્રવિણ તેમજ અન્ય બે શખ્સો સાથે મળી તેમના પર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

#Bharuch - મારામારી બાદ વકીલના મોતના મામલે આખરે 4 આરોપીની ધરપકડ

જોકે, તેમણે જે તે સમયે જ પોલીસ ફરિયાદ કરી હોવા છતાં 10 દિવસમાં એક પણ આરોપીની ધરપકડ થઇ શકી ન હતી. દરમિયાનમાં રવિવારે તેમનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું. જોકે, તેમના મૃત્યુને લઇને પરિવારજનોમાં ભારે રોષ ફાટ્યો હતો. પરિવારજનો અને તેમના સગાસંબંધોઓએ હોસ્પિટલની બહાર જ ધરણાં કરી આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની તેમજ તેમની ધરપકડ કરવાની માંગ સાથે હંગામો મચાવી મૃતદેહ ઉઠાવવાનો ઇન્કાર કર્યો હતો

દલિત સમાજ વિરોધમાં ઉતરતા પોલીસ આવી એક્શનમાં

વકીલના મોતના મામલામાં સમાજ અને પરિવારજનોમાં રોષની લાગણી જોવા મળી હતી ત્યારે પોલીસે મામલામાં મુખ્ય આરોપી દિનુભા રણા, પ્રવીણસિંહ રણા,અજીતસિંહ રણા અને રાજેન્દ્રસિંહ રણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આરોપીઓનો કેસ નહીં લડીયે: બાર એશોશિયેશન

ભરૂચમાં વકીલ પર હૂમલા બાદ તેમના મૃત્યુ થવાની ઘટનાને ભરૂચ જિલ્લા બાર એસોસિએશને વખોડી કાઢી હતી. ઉપરાંત મૃતક વકીલ જશુભાઇ જાદવના પરિવરને ન્યાય મળે તે માટે ખાસ ઠરાવ કરી નક્કી કરવામાં આવ્યું છે કે, તેમના પર હૂમલો કરી મોતને ઘાટ ઉતારનાર આરોપીઓના વકીલ તરીકે એસોસિએશનનો એક પણ વકીલ કેસ લડશે નહી.

More #વકીલ #Old age #lawyer #murder #case #solved #Bharuch news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud