• બપોરે 3 કલાક સુધી પાલિકાઓમાં સરેરાશ મતદાન 50 % ને પાર, જિલ્લા અને 9 તાલુકા પંચાયતમાં ટકાવારી 55 % ઉપર
 • લોકશાહીને જીવંત રાખતા યુવાનો- વૃધ્ધો સૌએ મતદાન કર્યું
 • મતદાતાઓમાં સવારથી જ અભૂતપૂર્વ ઉત્સાહ
 • આકરી ગરમીના કારણે બપોરે મતદાનમાં ઢીલ

WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બપોરે 3 કલાક સુધી 4 પાલિકામાં સરેરાશ 50 અને જિલ્લા તેમજ 9 તાલુકા પંચાયતમાં 55 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેને જોતા પાલિકાઓમાં મતદાનનો આંક 70 અને પંચાયતમાં 80 % ને પાર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

બપોરે 3 વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં 54.81ટકા મતદાન થયું અને જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં સરેરાશ 54.55 % ઉપર મતદાન નોંધાઇ ચૂક્યું છે. ભરૂચ પાલિકામાં 11 વોર્ડમાં કુલ 43.07 ટકા મતદાન થયું છે. અંકલેશ્વર પાલિકાના 9 વોર્ડમાં કુલ 43.07 ટકા , જંબુસર પાલિકાના 7 વોર્ડમાં કુલ 50.38 ટકા અને આમોદ પાલિકાના 6 વોર્ડમાં કુલ 58.83 ટકા મતદાન નોંધાયું છે.

ભરૂચ જિલ્લા પંચાયત – નવેય તાલુકા પંચાયત તથા ભરૂચ , અંકલેશ્વર , જંબુસર અને આમોદ પાલિકાની ચૂંટણીમાં 4 પાલિકા માટે 246 અને જિલ્લા- તાલુકા પંચાયતની ચૂંટણી માટેના 1,117 મતદાન મથકોમાં વહેલી સવારથી જ મતદાતાઓનો ઘસારો જોવા મળયો હતો. જોકે આકરી ગરમીએ મતદારોમાં ઓટ લાવી હતી. ભરૂચ શહેરના પાલિકા વિસ્તારના વિવિધ મતદાન મથકોએ મતદાન કરવા પરિવારના સભ્યો સાથે ઉમટી પડયા હતા. ચૂંટણી ઓબ્ઝર્વર એન.એસ.હળબેએ વોર્ડ નંબર 8 કોન્વેન્ટ સ્કુલ ખાતેના મતદાન મથકની મુલાકાત લીધી હતી.

સેન્ટ ઝેવીયર્સ સ્કુલ ખાતે સીનીયર સીટીઝન એવા કુંવરબેન જગાભાઈ સરવૈયાએ મતદાન કરી ગૌરવ અનુભવ્યું હતું . આ ઉપરાંત લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં વિવિધ વિસ્તારોમાં યુવાનો , વૃધ્ધો સૌએ મતદાન કરી ગૌરવ અનુભવ્યું હતું. બપોરે 3 કલાક સુધીમાં 4 પાલિકામાં સરેરાશ મતદાન 50 તકા અને પંચાયતોમાં 60 ટકા આસપાસ રહેતા કુલ મતદાન 70 થી 80 ટકા જેટલું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

બપોરે 3 કલાક સુધીની ટકાવારી

પાલિકા

 • ભરૂચ – 43.97
 • અંકલેશ્વર – 43.07
 • જંબુસર – 50.38
 • આમોદ – 58.83

ભરૂચ જિલ્લા પંચાયત – 54.81

9 તાલુકા પંચાયત

 • આમોદ – 57.48
 • જંબુસર – 55.92
 • ભરૂચ – 47.90
 • વાગરા – 59.88
 • ઝઘડિયા – 60.17
 • વાલિયા – 63.76
 • નેત્રંગ – 65.03
 • અંકલેશ્વર – 46.17
 • હાંસોટ – 56.03
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud