• ચૂંટણી માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરે તે માટે પહેલ
  • વિશ્વાસ સંપાદીત કરવા પોલીસનું આગોતરું આયોજન

WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ શહેર અને જિલ્લામાં ભયમુક્ત વાતાવરણમાં મતદાન યોજાઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં પ્લીઝ ફૂટ પેટ્રોલિંગ યોજયું હતું.

 

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા એ સુચના આપેલ તે અનુસાર શહેરના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેર વિસ્તારમાં આગામી નગર પાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ની ચૂંટણી માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકો ચૂંટણીમાં ભય મુક્ત વાતાવરણમાં મતદાન કરે તે માટે વિશ્વાસ સંપાદીત થાય તેના આગોતરા આયોજન રૂપે ભરૂચ શહેર એ ડીવીઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન  ના સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલ.

જેમાં એ ડિવિઝન PI એ.કે.ભરવાડ, B ડિવિઝન બી.એમ.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાલીમ લઇ રહેલ લોકરક્ષકો દ્વારા સમગ્ર શહેર માં અતિસંવેદનશીલ તથા સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ નું આયોજન કરવામાં આવેલ હતું.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud