- ભરૂચ બાયપાસ રોડ પર બી ડિવિઝન પોલીસના અત્યાચાર સામે રોષ
- ફ્રુટની લારીઓ પર પોલીસે દંડા માર્યા હોવાના વીડિયો વાયરલ
WatchGujarat. કોરોના કાળમાં પોલીસ છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ શહેરના વિવિધ પોઈન્ટઓ ઉપર ગોઠવાઈ ટાર્ગેટ પૂર્ણ કરવા સાથે માસ્કની ચુસ્ત અમલવારી કરાવી માસ્ક વિના ફરતા વાહનચાલકોને દંડી રહી છે ત્યારે રવિવારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં અને હાફ માસ્કમાં રહેલા બી ડિવિઝનના પોલીસ કર્મીએ ફ્રુટની લારીઓ પર કરેલી દંડા વાળી ના વાઇરલ થયેલા વિડીયોથી લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. #Bharuch
કોરોના કાળ ના આરંભે લોકડાઉન અને અનલોકમાં પોલીસે પ્રજાના મિત્ર તરીકે મહામારીમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. જોકે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચમાં પણ વિવિધ પોઈન્ટ ઓ ઉપર સવાર સાંજ ઉભા રહી માસ્કની અમલવારી નું કડકાઇથી પાલન સાથે ઉઘરાવતા દંડને લઈ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. #Bharuch
ભરૂચ બાયપાસ વિસ્તારમાં ફ્રુટની લારી લઈ ઉભા રહેલા લારી ધારકો પર બી ડિવિઝનના પોલીસ કર્મીનો રવિવારે વાયરલ થયેલ દંડા વાળી ના વિડીયોએ લોકોમાં ભારે નારાજગી ફેલાવી છે. સિવિલ ડ્રેસમાં રહેલા અને માસ્ક મોહ પર બરાબર ન પહેરનાર પોલીસ કર્મીએ દંડા વળે લારીઓ પર કડકાઈ બતાવતા પશ્ચિમ વિસ્તારમાં પોલીસની આ નિતિરિતી સામે રોષ જોવા મળી રહ્યો છે.
લારી પર દંડાવાળી કરતા હાફ માસ્ક પેહરેલા પોલીસ કર્મીની દંડા વાળી નો વિડીયો વાઇરલ થયા બાદ સોશ્યલ મીડિયા પર પણ નારાજગી જોવા મળી રહી છે.