• નગર પાલિકાના 11 વોડૅની 44 બેઠકો ઉપર ઉમેદવારો ઉતારશે
  • AIMIM બાદ હિન્દુસ્તાન નિર્માણ દળ (HND) એ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝુકાવ્યું

WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ તેજ બનતા જિલ્લામાં રવિવારે AIMIM-BTP એ સભા કરી રાજકીય તરખાટ મચાવ્યા બાદ સોમવારે ડો. પ્રવીણ તોગડિયા પ્રેરિત હિન્દુ સ્થાન નિર્માણ દળ દ્વારા ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાની જાહેરાતથી રાજકીય માહોલ ગરમાંઇ જવા પામ્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર ઓલ ઇન્ડિયા મજલીસે ઇજતેહાદુલ મુસ્લિમ (AIMIM)ના સાંસદ અસાઉદ્દીન ઔવેશી તથા ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા ગતરોજ ભરૂચના લઘુમતી સમાજના ગઢ એવા પશ્ચિમ વિસ્તારમાં જાહેર સભા કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જોર શોરથી ઝંપલાવવા સાથે ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરાયો છે. જેના પગલે કોંગ્રેસ પક્ષે હડકંપ વ્યાપવા પામ્યો હતો.

બીજી તરફ આજરોજ હિન્દુસ્થાન નિર્માણ દલ દ્રારા ભરૂચ નગરપાલિકાની તમામ 44 બેઠકો ઉપર ચૂંટણીના ઉમેદવારો ઉતારવાની જાહેરાત થતાં ભારતીય જનતા પાર્ટીના તંબૂમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભરૂચ જિલ્લા સમસ્ત માછીમાર સમાજના પ્રમુખ કમલેશ મઢીવાલા તેમજ સિનિયર સીટીઝન અને નિવૃત સરકારી અધિકારી બિપીનચંદ્ર વાલા પ્રેરીત ભરુચ જનતા અપક્ષ મોરચા દ્વારા નગરપાલિકાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી.

વોડૅ નંબર ૮ ના અપક્ષ કોર્પોરેટર તેમજ પાછળ થી ભાજપ માં જોડાયેલા મનહર પરમાર પણ ટીકીટ કપાઇ તેવા સંજોગોમાં પેનલ સહીત અપક્ષ ઉમેદવારી કરે તેવા એંધાણ છે ત્યારે આગામી સમયમાં યોજાનારી ભરૂચ નગર પાલિકાની ચૂંટણી રોચક બની રહેશે ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષો માટે પાલીકાની ચૂંટણી આ વખતે લિટમસ ટેસ્ટ સમાન પુરવાર થાય એવા સંજોગો સર્જાઈ રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud