• શહેર નજીકના ગામની બે સંતાનની માતાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ રાખી ગર્ભવતી બનાવી
  • અભિયમ રેસ્ક્યુ ટીમે દરમિયાનગિરી કરી યુવકને લગ્ન માટે મનાવ્યો

WatchGujarat. ભરૂચ (Bharuch) પાસે ના ગામના બે બાળકોની માતા એવી ‘પુષ્પા’ (Pushpa) ની ફિલ્મ જેવી વાસ્તવિક કહાની સામે આવી છે. યુવાને પુષ્પા ને લગ્નની લાલચ આપી શારીરિક સબંધ રાખ્યા હતા.

હવે બે બાળકોની માતા એવી પ્રેમિકા પુષ્પા પ્રેગનેટ થતા તેને તરછોડ્તા મુશ્કેલીમાં મુકાઇ ગઈ હતી. મહિલા એ અભયમ 181મહિલા હેલ્પ લાઇનમા પોતાની વ્યથા રજૂ કરી હતી. ભરૂચ અભયમ રેસ્ક્યુ ટીમએ બને ને સાથે રાખી અસરકારક કાઉન્સિલિંગ કરતા યુવકે લગ્ન કરવાનું સ્વીકારતા મહીલાને રાહત પહોંચી છે.

મળતી માહિતી મુજબ ભરૂચ પાસેના ગામની બે બાળકોની માતાને તેના પતિએ તરછોડી હતી. મહિલા નામે પુષ્પાબેન બાળકોની જવાબદારી લઇ ભરૂચ ખાતે છેલ્લા 10 વર્ષથી એકલા રહેતા હતા.

જ્યાં એક યુવક સાથે મિત્રતા થઈ હતી સમય જતા યુવકે પુષ્પાબેનની હકિકત જાણી તેમના બાળકો સહિત તેમને અપનાવશે, લગ્ન પણ કરશે આમ જણાવી પતિ પત્નીની જેમ રહેતા હતા. પુષ્પા પ્રેગનેટ થતા હવે યુવક સાથે રહેતો નથી અને લગ્ન કરવાની પણ ના પાડે છે. જેથી મુશ્કેલી મા મુકાતા અભ્યમની મદદ માગી હતી.

અભયમ ટીમે તેઓને કાયદાકીય માહિતી આપતા જણાવ્યું હતુ કે, હયાત પતિ હોય તો બીજા લગ્ન ના કરી શકાય આ માટે તમારે કાયદેસર છૂટાછેડા લેવા પડે. આ ઉપરાંત બે બાળકની માતા સાથે અપરણિત યુવક લગ્ન કરવા નહિ પરંતુ શારીરિક સબંધ માટે મિત્રતા કેળવતા હોય આ તમારે ધ્યાનમા રાખવું જોઇએ.

પુષ્પા એ પોતાની ભૂલ કબૂલી હતી અને આવી મુશ્કેલ પરિસ્થિતિ માથી બહાર કાઢવા મદદ માટે વિનંતી કરી હતી.

અભયમ ટીમે યુવક ને જણાવેલ કે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવું તે ગુનો બને છે. જેથી તારી સામે કાયદેસર કાર્યવાહી થશે. યુવકે લેખિતમા આ ભૂલ બદલ માફી માગી હતી અને પુષ્પાબેનને અપનાવશે તેવી ખાતરી આપી હતી. આથી પુષ્પાબેન ને આગળ કોઈ કાયૅવાહી ના કરવી હોય બંને વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners