• સમગ્ર ઘટના CCTVમાં કેદ : રીક્ષા ચોરી કરી પીરામણ નાકા તરફથી નાસી છૂટ્યા
  • ગણતરીની મિનિટો સિફતાઈ પૂર્વક રીક્ષા ચોરી કરી લઇ ગયા
  • શહેર પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી 

WatchGujarat. અંકલેશ્વર નવીનગરી વિસ્તાર બાઈક પર આવેલ 2 ચોર રીક્ષા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી. રીક્ષા ચોરી કરી પીરામણ નાકા વિસ્તાર તરફ નાસી છૂટ્યા હતા. ગણતરીની મિનિટો સિફતાઈ પૂર્વક રીક્ષા ચોરી કરી લઇ ગયા હતા. શહેર પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી.

અંકલેશ્વર શહેર ના નવીનગરી વિસ્તારમાં મધ્ય રાત્રી ના ઘર આગણે ગલી માં પાર્ક કરેલ રીક્ષાની ચોરી થઇ થઈ હતી. શેખ મહંમદ અબ્દુલ ખાલિદ એ પોતાના રોજિંદા ક્રમ અનુસાર રીક્ષાની ફેરી પુરી કરી રાત્રીના નિત્યક્રમ મુજબ કાયમી જગ્યા એ રીક્ષા પાર્ક કરી ધરે ગયા હતા દરમિયાન રાત્રી ના મોટર સાઇકલ પર આવેલ 2 ચોરો એ તેમની રીક્ષા ગલી માંથી રોડ પર કાઢી હતી અને કોઈ સાધન વડે ચાલુ કરી તેને પીરામણ નાકા તરફ પુરપાટ હંકારી મૂકી ફરાર થઇ ગયા હતા.

સવારે મહંમદ અબ્દુલ શેખ રીક્ષા લેવા આવતા રીક્ષા ના જોવા મળી હતી જે અંગે તેવો આજુબાજુ લગાવેલા CCTV જોતા નજીક ના મકાન પર લાગેલા સીસીટીવી માં બંને ચોરો રીક્ષા  ચોરી કરી લઇ જતા નજરે પડ્યા હતા. જે સીસીટીવી વિડ્યો સાથે તેવો દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે રીક્ષા ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. સીસીટીવીમાં ચોરો ગણતરી ની મિનિટો મા રીક્ષા કાઢી હતી ને લઇ ગયા હતા, જે જોતા રીઢા ચોરોનું કારસ્તાન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud