• વાગરાના 2 યુવાનોની બાઇકને મહારાષ્ટ્ર પાર્સિંગની ઇનોવા કારે અડફેટે લીધા
  • ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બાઇક ચાલક યુવાનને સારવાર વેળા દમ તોડ્યો
  • અકસ્માતના પગલે હાઇવે પર સર્જાયો ચક્કાજામ

WatchGujarat. ભરૂચ હાઇવે પર વડદલા પાસે RTO માં લાયસન્સ રીન્યુ કરાવવા આવેલા વાગરાના 2 યુવાનોની બાઇકને કારે અડફેટે લેતા ઇજા પોહચાડી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર વેળા બાઇક ચાલકનું મોત થયું હતું.

વાગરા તાલુકાના પાલડી ગામના 40 વર્ષીય દિલીપ વિરસિંગ અને નટવર નારસંગ મોરી શુક્રવારે સવારે બાઇક લઈ ભરૂચ RTO આવવા નીકળ્યા હતા. બાઈકનું લાયસન્સ રીન્યુ કરાવવાનું હોય બપોરે 12 કલાકના સુમારે ને.હ. નંબર 48 પર વડદલા પાસે તેઓની બાઇકને મહારાષ્ટ્ર પાર્સિંગની ઇનોવા કારે ટક્કર મારી હતી.

અકસ્માતમાં રોડ પર ફંગોળાયેલા બાઇક ચાલક દિલીપને મોઢા, છાતી અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે બાઇક પાછળ બેસેલા નટવર ભાઈને ખભા સહિત શરીરે નાની-મોટી ઇજા પહોંચી હતી.

અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થવા સાથે વાહનોની કતારો વચ્ચે ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ ભરૂચ 108 ને કરાતા બન્ને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે દિલીપ વિરસિંગને મૃત જાહેર કર્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઇનોવા કારના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud