શહેરના ગાયત્રીનગરમાં રહેતા મહંતે રાત્રે 2 બાળકીઓ સંતાકુકડી રમતી હતી ત્યારે ઘરે બોલાવી
પત્ની અને પોતાનો 15 વર્ષનો પુત્ર ઘરમાં હતો ત્યારે જ લેંઘામાં હાથ નાખી કરી અશ્લીલ હરકતો અને છેડછાડ
એ ડિવિઝન પોલીસે વૃદ્ધની કરી ધરપકડ, કોવિડ ટેસ્ટ માટે લઈ જવાયો
WatchGujarat. ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમા એક વૃદ્ધએ 10 વર્ષની 2 બાળકીઓને ઘરે બોલાવી મંગળવારે રાતે શારીરિક અડપલાં કરતા એ ડિવિઝન પોલીસે બુધવારે વૃદ્ધની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં નિવૃત જીવન જીવતા અને 67 વર્ષના મહંત એ પોતાના ઘર આંગણે સંતાકુકડી રમી રહેલી 2 સગીરા સાથે બિભત્સ અડપલા કરવાના બનાવથી શહેરભરમાં ચકચાર વ્યાપી જવા પામી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરમાં ગાયત્રી નગર સોસાયટી ખાતે રહેતા નિવૃત્ત ભોપનારાયણદાસ પ્રેમદાસ મહંત (ઉંમર વર્ષ 67 ) નાએ ગતરાત્રે ઘરઆંગણે રમતી 2 સગીર વયની બાળાઓને સંતાકૂકડી રમતી હોય વારાફરતી છુપાવાના બહાને ઘરમાં બોલાવી સગીર બાળાઓના ગુપ્ત ભાગે ચેનચાળા કરી બિભત્સ અડપલા કરતા બાળાઓ હેબતાઈ જવા પામી હતી.
આ અંગે આસપાસના રહીશોને જાણ થતા લોકટોળું એકત્ર થઈ જતા આધેડને ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો. આ અંગે બાળાઓના નિવેદનના આધારે પોલીસે ઇપીકો 354 (એ) તેમજ પોસ્કો ઍક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી ને કૉવિડ ટેસ્ટ કરાવવા કામગીરી હાથ ધરી હતી. નોંધનીય છે કે સગીર બાળા સાથે અડપલા કરવાના બનાવને પગલે ભરૂચ શહેરમાં હડકંપ મચી જવા પામ્યો છે.
આધેડ એ આ કૃત્ય ક્રર્યું ત્યારે તેના ઘરે તેની પત્ની અને 15 વર્ષનો પુત્ર પણ હતા. બન્ને બાળાઓના લેંઘામાં હાથ નાખવા સાથે આ શખ્સે અશ્લીલ હરકતો અને છેડછાડ કરતા બન્ને બાળાઓના માતા-પિતા અને સ્થાનિક લોકો પણ આવા કૃત્યથી સમસમી ઉઠ્યા હતા. વૃદ્ધ ઘરમાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે.