• દેશની એકતાના સ્થળે વુમનસ ફુટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજન કરાયું
  • 42 મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા 26 માર્ચ સુધી યોજાશે
  • લોકસભા પ્રોટમ સ્પીકર ડો કિરીટ સોલંકી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે

 

WatchGujarat. દેશની એકતા અને અખંડતાને ઉજાગર કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે 42 મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા 21 થી 26 માર્ચ દરમ્યાન યોજવા જઇ રહી છે. લોકસભા પ્રોટમ સ્પીકર ડો કિરીટ સોલંકી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે.

ભારતીય  યુવાનો  ક્રિકેટ, ફૂટબૉલ, વોલીબૉલ રમી શકે છે, દોડી શકે છે અને સાઇકલિંગ કરી શકે છે, પણ રમતની વાત આવે ત્યારે ભારતીય  યુવતીઓ માટે આટલા બધા વિકલ્પ હોતા નથી. આ અનુમાન હવેના સમયમાં બદલાઈ જવા રહ્યુ છે.

આજે રમતોની યાદીમાં જોઈએ તો મહિલાઓ કુસ્તી, મુક્કાબાજી કે કબડ્ડી, વેઇટ લિફટિંગ અને ફૂટબોલ જેવી અનેક રમતોમાં પોતાનું કૌશલ્ય સાબિત કરી રહી છે અને માત્ર ભારત જ નહી પણ દેશ-વિદેશમાં પણ નામના મેળવી રહી છે. ભારતીય મહિલા ખેલાડીઓ પરંપરાગત જાતિગત માન્યતાઓને તોડીને વિશ્વ પર રાજ કરી રહી છે.

કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વના નકશા પર વૈશ્વિક પર્યટન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. જે ભારતના સપૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આકાર પામ્યું છે. ત્યારે આ ભૂમિ પર સમગ્ર ભારતની એકતાના દર્શન થઈ શકે તેવું આયોજન થવા જઈ રહ્યું છે.

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અધ્યક્ષપણા હેઠળ વુમનસ ફુટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, ખાતે 42 મા સિનિયર નેશનલ વુમન્સ ફુટબોલ ચેમ્પિયનશીપનુ આયોજન 21 થી 26 માર્ચ દરમ્યાન યોજાનાર છે. જેમાં 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશની ફૂટબોલ મહિલા ટીમ ઉપસ્થિત રહેશે. ગુજરાત  મહિલા ફુટબોલ એસોસિએશન ના પ્રમુખ અરુણકુમાર સાધુ ,મહા મંત્રી ટીના ક્રિષ્ના દાસ સમગ્ર ટુર્નામેન્ટ નું સંચાલન સંભાળી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud