• ઇશ્વરસિંહ પટેલે શનિવારે સિસોદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો
  • કોરોના વેકસીન લીધા બાદ મંત્રીએ અન્ય ને પણ રસી લેવા અપીલ કરી આ સલામત હોવાનું જણાવ્યું હતું
  • MLA હાર્ટના દર્દી પણ છે અને આગાઉ બાયપાસ સર્જરી કરાવી ચુક્યા છે અને તેઓને ડાયાબિટીસ પણ છે

WatchGujarat. કોરોના વેકસીન આપવાનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાની બીજી લહેર પણ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં પણ વેકસીનેશન વચ્ચે કોરોના પોઝિટિવનો આંક 2 ડિજિટમાં પહોંચી ગયો છે.

માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતની તકેદારી વિસરાતા કોરોનાના ગુજરાતમાં વધી રહેલા કેસો વચ્ચે હવે રાજ્ય સરકારના સહકાર મંત્રી અને અંકલેશ્વરના MLA ઇશ્વરસિંહ પટેલ પણ કોરોનાની પોઝીટીવ થયા છે. તેમને કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કઢાવતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. અને હાલ આઇસોલેટેડ થઈ ગયા છે. સહકાર મંત્રીએ 2 દિવસ પહેલા જ કોરોના વેકસીનનો શનિવારે પ્રથમ ડોઝ લીધો હતો. 13 માર્ચ ના રોજ MLA એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સિસોદરા, અંકલેશ્વર ખાતે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો.

રસી લીધા બાદ પ્રજાજોગ સંદેશ અને અપીલ કરતા મંત્રી ઇશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે, કોરોના વાયરસની આ રસી એકદમ સલામત છે. અને તેની કોઈ આડઅસર થતી નથી. આપણે કોરોના મહામારી સામેની લડતમાં ત્યારે જ સફળ થઈશું, જ્યારે દરેક નાગરિક રસી લેશે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે, ભારતીય રસીની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. દેશમાં રસીકરણ પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે મારી દરેક નાગરિકોને નમ્ર અરજ છે કે, કોરોના રસી સ્વૈચ્છિક લઈ પોતાને અને સમાજને આ મહામારીથી સુરક્ષિત કરીએ. કોરોના રસી લીધા બાદ તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાર્ટ પેશન્ટ સહકાર મંત્રી ને સુગર ની પણ બીમારી છે. અને તેઓએ બાયપાસ સર્જરી પણ કરાવી છે. તેઓ જલ્દી સ્વસ્થ થાય અને કોરોનાને માત આપે તે માટે ભાજપ સહિત પ્રજા પ્રાર્થના કરી રહી છે. મંત્રી ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા એ જણાવ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud