દુકાનમાં જ સુઈ જતો નોકર, સવારે શેઠ આવીને જોતા દુકાનના તાળા વાગેલા હર્તા, માલિકે ટાળા તોડાવતા હકીકત આવી
રિક્ષામાં આવેલા 3 અને નોકર સહિત 5 સાગરીતોએ ચોરી કર્યા બાદ આરામથી લોક કરી ફરાર થવાની ઘટના CCTV માં કેદ
WatchGujarat. ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલા બુદ્ધદેવ માર્કેટમાં રોનક ફેશન નામની કપડાંની દુકાનમાં 3 દિવસ પેહલા જ રાખેલો નોકર 2 રિક્ષામાં તેના સાગરીતોને બોલાવી દુકાનમાંથી ₹1.50 લાખથી વધુનો માલ ચોરી પલાયન થઈ ગયો હતો. નોકર દુકાનમાં જ સૂતો હોય શેઠે સવારે આવી તાળા જોતા લોક તોડાવતા ચોરીની ઘટના સામે આવી હતી. નોકરે 4 સાગરીતો સાથે મળી કરેલી ચોરી CCTV માં કેદ થઈ ગઈ હતી.
https://youtu.be/5OmAN6N09-A
ભરૂચના સેવાશ્રમ રોડ પર બુદ્ધદેવ માર્કેટમાં આવેલ રોનક ફેશનમાં ગત રાત્રીના તસ્કરોએ ચોરીને અંજામ આપી રૂપિયા દોઢ લાખ ઉપરાંત ની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના બહાર આવી છે.
રોનક ફેશનમાં બે-ત્રણ દિવસ પહેલા એક નોકર રાખવામાં આવ્યો હતો. જે રાત્રીના સમયે દુકાનમાં જ ઉપર સુઈ રહેતો હતો. મૂળ રાજસ્થાનના નોકરે જ તેના સાગરીતો ને 2 રીક્ષા લઈ રાત્રીના સમયે બોલાવ્યા હતા. નક્કી કર્યા મુજબ નોકરે રિક્ષામાં દુકાનમાંથી તૈયાર કપડાં સહિત અંદાજે દોઢ લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ચોરીને અંજામ આપ્યા બાદ નોકર જ દુકાનના તાળા મારી ચાવી પણ પોતાની સાથે લઈ ગયો હતો. સવારે દુકાનદાર વિજયસિંહે દુકાનને તાળા અને નોકરને ના જોતા શંકા ઉભી થઇ હતી. ચોરીનો શક જતા તેમણે કટર વડે તાળા તોડી જોતા દુકાનમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે વિજયસિંહે પોલીસને જાણ કરી હતી. જોકે ચોરીની ઘટના દુકાન પર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
જેના ફૂટેજ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોરીની આ ઘટનામાં નોકરે કેશ કાઉન્ટરને હાથ પણ લગાવ્યો ન હતો. માત્ર દુકાનમાં રહેલા કપડાના કાર્ટુનો 2 રિક્ષામાં તેના અન્ય 4 સાગરીતો સાથે ભરીને આરામથી લઈ ગયો હતો.