• કેબલબ્રિજ ટોલટેક્સ, 2021 નવું વર્ષ, 4 વર્ષ પહેલાં હતા ત્યાં ના ત્યાં
  • 1 જાન્યુઆરીથી ભરૂચના 4 લાખ વાહનચાલકોને પણ ફરજીયાત ટોલ સામે ફરી કોંગ્રેસ મેદાને
  • EPC ધોરણે UPA સરકારમાં પાસ થયેલા કેબલબ્રિજ પર મુક્તિ આપવા આંદોલનના એંધાણ

#Bharuch - જિલ્લાના વાહનચાલકોને મુલદ ટોલટેક્સ પર મુક્તિ આપવા કોંગ્રેસનું 48 કલાકનું અલ્ટીમેટમ, ટોલપ્લાઝા પર આંદોલનના મંડાણ

WatchGujarat. નવું વર્ષ 2021 શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યાં 4 વર્ષ પહેલાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર મુલદ ટોલટેક્ષનું ભરૂચ જિલ્લાના વાહન ચાલકોને ફરજીયાત ટોલનું ભૂત ફરી ધુન્યુ છે. ફસ્ટેગ ફરજીયાત સાથે 1 જાન્યુઆરીથી ભરૂચના વાહનચાલકોને પણ ટોલ ચૂકવવાનો વારો આવતા ફરી જિલ્લા કોંગ્રેસે ટોલ મુદ્દે 48 કલાકનું તંત્રને અલ્ટીમેટમ આપી આંદોલન છેડવા તૈયારીઓ બતાવી છે. #Bharuch

ભરૂચ નેશનલ હાઇવે પરથી રોજના 50 હજાર વાહનોની અવરજવર રહેતી હોય છે. નવો કેબલ સ્ટેઇડ બ્રિજ બન્યાં બાદ વર્ષ 2017 માં હાઇવે પર ટ્રાફિક સમસ્યા હળવી બની છે. જોકે નવા-જુના સરદાર બ્રિજને લઇ હજી પણ હાઇવે અને ગોલ્ડનબ્રિજ પર ટ્રાફિકનો વર્ષો જૂનો કોયડો હલ થયો નથી. #Bharuch

#Bharuch - જિલ્લાના વાહનચાલકોને મુલદ ટોલટેક્સ પર મુક્તિ આપવા કોંગ્રેસનું 48 કલાકનું અલ્ટીમેટમ, ટોલપ્લાઝા પર આંદોલનના મંડાણ

હવે 1 જાન્યુઆરીથી ફરજીયાત FastTag સાથે ભરૂચ કેબલબ્રિજ મુલદ ટોલ ટેક્સ પર ભરૂચ જિલ્લાની પ્રજાને પણ ફરજિયાત ટોલ ચૂકવવાનો વારો પુનઃ આવ્યો છે. ભરૂચ જિલ્લાના 4 લાખ જેટલા વાહનચાલકો નવા વર્ષ 2021 અને 4 વર્ષ બાદ ટોલ મુદ્દે હતા ત્યાં ના ત્યાં જેવી સ્થિતિમાં આવી ગયા છે. #Bharuch

ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ ભરૂચને ફરજિયાત 1 જાણુઆરીથી ટોલ મુદ્દે ફરી મેદાનમાં ઉતરી છે. સોમવારે સવારે જિલ્લા કલેકટર ડો. M.D. મોડિયા ને આવેદનપત્ર પાઠવી કોંગ્રેસે ભરૂચને ટોલ માંથી મુક્તિ આપવા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

જો 48 કલાકમાં ટોલમાંથી ભરૂચ જિલ્લાના GJ 16 વાહનોને મુક્તિ નહિ અપાઈ તો કોંગ્રેસ મુલડ ટોલ પ્લાઝા પર ટોલ નાબૂદીની ઝુંબેશ સાથે ધામાં નાખશે. જ્યાં સુધી ભરૂચને ટોલ મુક્તિ નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસે ટોલ પ્લાઝા પર જ ડેરા તંબુ લગાવવાની તંત્ર અને NHAI ને ચીમકી આપી છે. #Bharuch

કેબલ સ્ટેઇડ બ્રિજ EPC ધોરણે બન્યો હોવાથી સરકાર કેવી રીતે ટોલ વસુલી શકે તેવો સવાલ કોંગ્રેસે ઉભો કર્યો છે. UPA સરકારમાં સ્વ. અહેમદ પટેલ ના પ્રયાસોથી કેબલબ્રિજની ભેટ ભરૂચને મળી હતી. જેમાં EPC ધોરણે બ્રિજ હોવાથી ટોલ ટેક્સ સ્થાનિકોને નહિ હોવાનું સ્પષ્ટ કોંગ્રેસ કહી રહી છે. જોકે કેન્દ્રમાં ભાજપ ની સરકાર આવતા ટોલ ટેક્સ લાદી દેવાયો હતો. બીજી તરફ ભાજપ સરકાર બ્રિજના કોન્ટ્રાકટમાં UPA ની સરકારમાં જ ટોલ લેવાની જોગવાઇ હોવાનો દાવો કરી રહી છે. હવે ટોલ મુદ્દે આંદોલન કેવો વેગ પકડે છે અને ફરીથી ધુનેલા ટોલ ટેક્ષના ભૂતથી ભરૂચને મુક્તિ મળે છે કે નહીં તે જોવું રહ્યું. #Bharuch

ઇપીસી ધોરણ એટલે શું ?

એન્જીનીયરીંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કનસ્ટ્રકશન (ઇપીસી) તરીકે ઓળખાય છે. અમુક ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતી કરારની એક ખાસ રચના છે. કોન્ટ્રાક્ટરને ડિઝાઇન, પ્રાપ્તિ, બાંધકામ, પ્રોજેક્ટના પ્રારંભ અને કાર્ય માટે અંતર્ગત કાર્ય માટે જવાબદાર ગણાય છે. અંતમાં કોન્ટ્રાકટર આખો પ્રોજેકટ તેના માલિક અથવા વપરાશકર્તાને સુપરત કરે છે.

More #Mulad #toll plaza #toll #issue #Strike #congress #ready #agitation #bharuch #gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud