• એડવાન્સ ટેક્ષ ભરી વાહનોને નોન યુઝ કરવાની પ્રથાને કાયમી-હંગામી ધોરણે સરકાર મુલત્વી કરે તેવી માંગ
  • ₹1,800 થી ₹53,200 નો માસિક ટેક્ષ હાલ વેપાર ધંધા ઠપ હોવાથી ભરપાઈ થઈ શકે નહીં
  • સરકાર માંગણી નહીં સ્વીકારે તો વાહનો વેચવાનો વારો આવશે

WatchGujarat. ટુર અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે અનેક લોકોના ઘર પરિવાર રોજી -રોટી માટે જોડાયેલા છે. આ ફકત ટુર ઓપરેટર જ નહી પરંતુ તેમના થકી ડ્રાઇવર, કલીનર, ઓફીસ ક્લાર્ક, એકાઉન્ટન્ટ, હોટલ, રેસ્ટોરન્ટ, મંદિરની બહાર છુટક ફુલ, નારીયેળ કે ચુંદડીના વેપારી, ઘોડા વાળા, ડોલી વાળા, ફોટોગ્રાફી, છૂટક રમકડા વેચવા વાળા, ટાયરના વેપારી, ઓટો પાર્ટસના વેપારી, પેટ્રોલ પંપના માલિકો ટુરીસ્ટ ગાઇડો વિગેરે ગણી ન શકાય એટલા લોકોની રોજી રોટી પુરૂ પાડતો એક અતિ મહત્વનો વેપાર છે.

જાણીતા અર્થશાસ્ત્રીના મંતે, દેશમાં GDP પર આ ધંધા મારફતે 6.2 % ની અસર થાય છે. ભારત દેશમાં 8 % રોજગારી તો ફકત આ ધંધાના માધ્યમ થી મળે છે. હાલ કોવીડ 19 માર્ચ 2020 થી આજ દિન સુધી દેશ દુનિયાને હચમચવી રહ્યુ છે. ત્યારે ટ્રાવેલ્સનો આ વેપાર પણ તેના કહેરથી બાકાત નથી. આજની આ આવી પડેલ કુદરતી મહામારીની સીધી અસર વેપાર ઉપર પડેલ છે તેમજ તેની સાથે સંકળાયેલા લોકોને સીધી અસર થયેલ છે. જેને પરિણામે પરિવાર ચલાવવો ખુબજ મુશ્કેલી પડી રહેલ છે.

સરકાર તરફથી વાહન ચલાવવા માટે ₹1,800 થી ₹53,200 સુધીનો માસીક ટેક્ષ અલગ અલગ વાહનોની કેટેગરી પ્રમાણે વસુલવામાં આવે છે. દેશના આવા ધંધા સાથે જોડાયેલા વાહન માલિકો દ્વારા સમયે સમયે ભરપાઇ કરેલ છે પરંતુ છેલ્લા કેટલાક મહીનાઓથી કોવીડ 19 ને લઇને સરકાર તરફથી વખતો વખત ગાઇડ લાઇન આપવામાં આવે છે.

અત્યાર સુધીની બસની કેપેસીટીના 50 % થી 75 % સુધીની આજદિન સુધીની ગાઇડ લાઇન આપવામાં આવેલ છે. તેમ છતા ટ્રાવેલ્સ મીત્રો દ્વારા સરકાર તરફથી વસુલવામાં આવતા માસીક ટેક્સ 100 % પ્રમાણે ભરપાઇ કરે છે. હવે જયારે કોવીડ19 નો બીજો તબકકો ચાલુ થયેલ છે ત્યારે એપ્રીલ, મે, જુન, પ્રવાસો માટેનો ખુબજ વ્યસ્ત સમય છે પરંતુ આ મહામારીના કારણે ધંધાને ખુબજ મોટો ફટકો પડેલો છે અને બુકીંગો કેન્સલ થઇ રહ્યા છે .

સરકારને નમ્ર વિનંતી છે કે, એડવાન્સ ટેક્ષ ભરી વાહનો ને નોન યુઝ કરવાની જે પ્રથા છે તેને કાયમી હંગામી ધોરણે મુલત્વી કરે અને ₹100 ની રસીદ પર નોનયુઝ કરે એવી અમારી માંગણી છે. એમા પણ દેશમાં એવા કોઇ વેપાર નથી કે જેમા એડવાન્સ ટેક્ષ ભરવો પડે.મંગળવારે જિલ્લા ટ્રાવેલ્સ એસોસિયેશનનાં પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ સહિત 150 જેટલા સંચાલકોએ ભરૂચ RTO ઇન્સ્પેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જે માધ્યમથી લાગતા વળગતા તમામ સરકારી દફતરે વિનંતી કરી હતી કે, અમારા વાહનો ને ₹100 ની રસીદ ઉપર નોન યુઝ કરવાની મંજુરી આપે.

જો આમ કરવામાં RTO મદદ નહી કરે તો ના છુટકે અમારો વેપાર વાહનો વેચીને બંધ કરી દેવો પડશે અથવા આર.ટી.ઓ.માં વાહનના એડવાન્સ ટેક્ષ ભરવાના રૂપિયા ન હોવાને કારણે અમારે અમારા વાહનોને આર.ટી.ઓ. ઓફીસમાં સરન્ડર કરવાની ફરજ પડશે , જેના થી આ વેપાર સાથે સંકળાયેલ અમારા સિવાયના ઘણા પરિવારોને રોજી રોટીની અને જેની આડકતરી રીતે સરકારની તીજોરી પર પણ અસર થશે .

આગામી દિવસોમાં આ કોવીડ – 19 કેવુ સ્વરૂપ ધારણ કરશે તેની કોઇને ખબર નથી તદઉપરાંત એડવાન્સ માં નોકરીની રજા અને બાળકોનો વેકેશનના ગાળા માં હાલના સંજોગોમાં ધાર્મિક સ્થળો , ટુરીસ્ટ સ્થળો અને બીજા ઘણા બધા ફરવાના સ્થળો બંધ હોવાના કારણે આ પ્રવાસો માટે અમો કોઇ પણ જાતના પ્રવાસો ના આયોજનો કરી સકતા નથી. જેને કારણે આ ધંધા પર મરણતેલ ફટકો પડેલ છે. આ ધંધો ફરીથી ધમધમતો થાય અને તેને જીવનદાન મળે , અને આત્મનિર્ભર શબ્દને ખરેખર વાચા આપવી હોય તો ટ્રાવેલ્સ મીત્રોને ઉપરોકત માંગણી ને તત્કાલ સ્વીકારી અમારા વેપારને નવું જીવન આપી અમારા સપના સાકાર કરવામાં મદદ રૂપ થાય તેવી માંગણી કરાઈ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud