• ગુજરાતમાં અત્યાર સુધી ચૂંટણીમાં ખુરશીના ખેલમાં ભાજપ-કોંગ્રેસ 2 જ ખેલાડી, હવે તાકાતવર AIMIM-BTP : MP ઈમ્તિયાઝ ઝલીલ
  • ઓવૈસી જોશ અને છોટુ વસાવના હોશનું કોમ્બિનેશન તહેલકા મચાવશે

WatchGujarat. ઓવૈસીની પાર્ટી AIMIM સાથે BTP ના ગઠ બંધનને લઈ MP ઈમ્તિયાઝ ઝલીલે ઝઘડિયા છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે બેઠક યોજી હતી. AIMIM ના MP ઝલીલે, આ ગઠબંધનને હોશ અને જોશનો સમન્વય સમાન ગણાવી ચૂંટણીઓમાં તહેલકો મચાવનારું ગણાવ્યું હતું. સાથે જ છોટુ વસવા અને મહેશ વસાવાને હૈદરાબાદ ઓવેસી ને મળવા આવવા આમંત્રણ પણ આપ્યું હતું.

સાંસદ ઈમ્તિયાઝ એ વધુમાં કહ્યું હતું કે, અમારા માટે ગર્વ ની વાત છે કે છોટુ વસાવા સાથે અમે ગઠબંધન કર્યું. છોટુ વસાવા એ પુરી જિંદગી મિશનની જેમ લગાવી, તેઓએ રાજનીતિ ઓછી કરી સેવા વધુ કરી છે. એવું જ કામ ઓવૈસી જી નું છે. આ ગઠબંધન થી લોકોમાં ભારે ઉત્સાહ છે. ગુજરાતમાં લોકો અમને વિકલ્પ તરીકે પસંદ કરશે.

આજ સુધી ગુજરાતમાં ગેમ ચૂંટણીમાં ખુરશીનો ખેલમાં કોંગ્રેસ-ભાજપ બે જ હતા. લોકો પાસે વિકલ્પ નહિ હોવાથી કોઈ પણ એક ને પસંદ કરવો પડતો. હવે AIMIM અને BTP ત્રીજો તાકાતવર વિકલ્પ આવશે. અસદ ઓવૈસી જોશથી કામ કરવા વાળા છે જ્યારે છોટુ વસાવા- મહેશ વસાવા હોશ થિ, હવે જોશ અને હોશ મળતા BTP-AIMIM કોમ્બિનેશન (ગઠબંધન) તહેલકો મચાવશે. ઓવેસી દેશમાં સંવિધાન મુદ્દે વાત કરે છે, છોટુભાઈ પણ એમ માને છે કે સવિધાનના હિસાબે દેશ ચાલવો જોઈએ.

ગુજરાતમાં ઓવૈસી આવે તે પેહલા સાંસદ ઝલીલે છોટુભાઈ, મહેશભાઈ ને હૈદ્રાબાદનું નિમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદમાં ઓવેસી બંધુનું કામ 14 સ્કૂલોમાં નિઃશુલ્ક ભણતા દરેક સમાજ, નાત અને ધર્મના 17000 છાત્રો અને હોસ્પિટલો જોવા કહ્યું હતું. અંતમાં તેમને ઉમેર્યું હતું કે, ગુજરાતના યુવાનોની ગુજરાત માં ઓવેસીની પાર્ટી ની એન્ટરીની ઈચ્છા હતી જે આ ગઠબંધનથી પુરી થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud