• ઓવૈસીનો જોશ અને છોટુભાઈ નો હોશ મળતા તહેલકો મચશે : સાંસદ ઈમ્તિયાઝ ઝલીલ
  • રાજ્યમાં BTP-AIMIM સાથે મળી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે, વિધાનસભા અને લોકસભામાં પણ દરેક બેઠક પર ઝપલાવશું


WatchGujarat. BTP એ કોંગ્રેસ સાથે છેડો ફાડયા બાદ ઓવેસીની AIMIM સાથે ગઠબંધનની જાહેરાત બાદ શનિવારે ઝઘડિયા માલજીપૂરા છોટુ વસાવા ના નિવાસ્થાને AIMIM ના સાંસદ ઈમ્તિયાઝ ઝલીલ અને વારીશ પઠાણ સાથે બેઠક મળી હતી.

બેઠકમાં AIMIM અને BTP એ એકમેકના ભરપૂર વખાણ કરવા સાથે દેશમાં સંવિધાન બચાવવા ઓવેસી તેમજ છોટુ વસાવા કામ કરી રહ્યા હોવાનો મત મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. BTP અધ્યક્ષ છોટુ વસાવા- મહેશ વસાવા સાથે AIMIM ના ઈમ્તિયાઝ ઝલીલ અને વારીશ એ બંધ બારણે બેઠક યોજ્યા બાદ મીડિયા સમક્ષ ગઠબંધન ને લઈ સ્પષ્ટતા કરી હતી.

ઝઘડિયા ધારાસભ્ય છોટુ વસાવા એ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમને કઈ ના મળ્યું. ભાજપ સાથે પણ આગાઉ વાત થઈ હતી, હવે અમે ઓવેસિ સાથે ગઠબંધન કરી રહ્યા છે. અમારા અધિકાર દેશમાં નથી મળી રહ્યા 70 વર્ષથી અમને અમારું બજેટ મળતું નથી. આદિવાસીઓ, દલિતો, મુસ્લિમ, OBC, ST ના અધિકારો માટે અમે ગઠબંધન કરવા જઈ રહ્યા છે. ઓવેસી પણ દેશમાં સંવિધાન ને લઈ લડી રહ્યા છે.

નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ગરીબોને કઈ પણ મળતું નથી. ઇકો સેન્સિટિવ ઝોનમાં 121 ગામની જમીન લેવાની વાત. જ્યારે SOU માં અમારા 17 ગામના આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવી છે. જ્યાં હોટલ-મોટલ બનાવી અમારી જમીનો અમીરો ને આપવાનો વિરોધ છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં BTP-AIMIM સાથે મળી ચૂંટણી લડી પરિણામ લાવીશું. અમને આતંકવાદી, નક્સલવાદી બતાવી દે છે, કઈ રીતે બેસી ને જોતા રહીશું. એટલે ચૂંટણી લડવા ગઠબંધન કરી રહ્યા છે. અમે ગુજરાતને ભાજપ-કોંગ્રેસ મુક્ત કરીશું.

મનસુખ વસાવા સાંસદ જેવા વ્યક્તિ જ નથી

છોટુ વસાવા એ સાંસદ મનસુખ વસાવા ના રાજીનામાં અંગે પણ જણાવ્યું હતું કે, મનસુખ વસાવા સાંસદ જેવા વ્યક્તિ જ નથી. જો એ સાંસદ હોત તો અમારી જમીન કોઈ લઈ શક્ત. એમની ફરજ બચાવવાની હતી પણ બચાવી શક્યાં નહિ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud