ઝઘડિયાથી અચાનક પસાર થતી વેળા શોર્ટસર્કિટથી ભડકે બળતા અફરાતફરી, ડ્રાઈવરનો બચાવ
ઝઘડિયામાં બન્ને તરફ 1-1 km ચક્કજામ સર્જાયો
ચોકડી પર ઘટનાથી સલામતીના કારણોસર વીજ પ્રવાહ અને ટ્રાફિક અટકાવ્યો, 2 ફાયર ટેન્ડરે આગ બુઝાવી, કેબીન અને આગળના ટાયરો બળી ને ખાખ
WatchGujarat. રાજપારડી થી સિલિકા ભરી મહારાષ્ટ્રના પૂના જતી મોટી ટ્રક ઝઘડીયાથી પસાર થતી વેળા અચાનક સોર્ટ સર્કિટ થવાનાં કારણે સળગી ઉઠી હતી. આગ લાગવાના કારણે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો અને ઝઘડિયાની બંને તરફ એક-એક કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ઝઘડિયાના રાજપારડી ખાતે આવેલ માંડોલી મીનલમાં મહારાષ્ટ્ર પૂના થી એક મોટી ટ્રક સિલિકા ભરવા માટે આવી હતી. સિલિકા ભર્યા બાદ ટ્રક રાજપારડીથી ઝઘડિયા થઈ પુના જવા માટે નીકળી હતી. સિલિકા ભરેલી ટ્રક ઝઘડીયાથી પસાર થતી વેળા ઝઘડિયા ચાર રસ્તા ખાતે ટ્રકમાં અચાનક શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી તેમ ટ્રકના ચાલકે જણાવ્યું હતું.
ટ્રકમાં અચાનક આગ લાગવાના કારણે થોડી ક્ષણોમાં આગે ટ્રકના આખા કેબીન સહિત ટાયરો ને ચપેટમાં લીધા હતા. ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ટેન્ડરની મદદ મળે તે પૂર્વે જ અડધાથી વધુ ભાગનો ટ્રકનો આગળનો ભાગ સળગી ગયો હતો. ઝઘડિયા જીઆઇડીસીના બે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી આગને સંપૂર્ણ કાબુમાં લીધી હતી. ઝઘડિયા ચોકડીની વચ્ચોવચ ટ્રક સળગી ઉઠતા ઝઘડિયા પોલીસ દ્વારા ટ્રાફિક અટકાવી દેવાયો હતો અને સાવચેતીના પગલારૂપે ઝઘડિયાનો વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક અટકાવવાના કારણે ઝઘડિયા ચોકડીની બંને તરફ એક-એક કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.