• ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમીના આધારે દારૂ પકડી પાડ્યો
  • પોલીસે ટ્રકમાં સવાર 2 આરોપીની ધરપકડ કરી અન્ય 3 ને વોન્ટેડ જાહેર કર્યા
  • થોડા દિવસો અગાઉ ભરૂચ તાલુકા પોલીસની હદ વિસ્તારમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો હતો

WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે ભરૂચ જિલ્લામાં દારૂની હેરફેરનો વેપલો પણ રાજકીય ગતિવિધિઓ સાથે તેજ બની ગયો છે. LCB એ નેત્રંગના લાલમંટોડીથી મહારાષ્ટ્ર પાર્સિંગની ટ્રકમાં ચોરખાનું બનાવી થલવાતો ₹8.04 લાખના દારૂ સાથે 2 આરોપીઓને ઝડપી પાડી, દમણના 3 ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ભરૂચ ક્રાઈમ બ્રાંચની ટીમ નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ બાતમીના આધારે નેત્રંગનાં લાલ મટોડી વિસ્તારમાં મહારાષ્ટ્ર પાસિંગની એક ટ્રક MH 04 CU 2445 ને રોકી તેની તલાશી લેતા ટ્રકમાં ચોર ખાનું મળી આવ્યું હતું.જેમાં વિદેશી દારૂ સંતાડી લઇ જવાતું હોવાનું સામે આવ્યું હતું, પોલીસે ટ્રકમાં સવાર 2 આરોપીની ધરપકડ કરી અન્ય 3 ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

લાખો રૂપિયાનાં વિદેશી દારૂ સાથે પોલીસે પંજાબસિંહ હરિવંશસિંહ ગૌડ રહે. પીપરિયા દાદર નગર હવેલી તેમજ શ્યામસુંદર રાજપતિ ગોસ્વામી રહે. પલસાણા ચોકડી સુરતને ઝડપી પાડ્યો હતો. દમણ ખાતે રહેતા અન્ય 3 આરોપી કિરણ ઉર્ફે લાલો માંહ્યવંશી, આકાશ તેલી અને વિજયને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ક્રાઈમ બ્રાંચે પુઠ્ઠાનાં બોક્ષમાં 190 નંગ ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયરના ટીન મળી કુલ બોટલ 8040 કિંમત ₹ 8.04 લાખ, 2 મોબાઈલ તેમજ રોકડા સહિત ટ્રક મળી ₹13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બુટલેગરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, થોડા દિવસો અગાઉ ભરૂચ તાલુકા પોલીસની હદ વિસ્તારમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો હતો. બાદ હવે નેત્રંગ ખાતેથી બીજી વખત લાખોનો વિદેશી દારૂ ઝડપાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud