બંબાખાના પાસે સુએઝ પ્લાન્ટમાં શ્રમજીવીની દોઢ વર્ષની દીકરીને કચડી માટી ભરેલ ટ્રેક્ટરનો ચાલક ફરાર થઈ ગયો
હાંસોટના પેટ્રોલ પંપ પર પાણી પી ને બહાર નીકળતા અપંગ ને ટેમ્પા ચાલકે કચડી નાખતા CCTV માં દ્રશ્યોને જોઈ ભારે અરેરાટી ફેલાઈ
WatchGujarat. ભરૂચ અને હાંસોટમાં 2 કમકમાટીભરી ઘટનાઓ સામે આવી હતી. શહેરના બંબાખાના પાસે સુએઝ પ્લાન્ટમાં શ્રમજીવીની દોઢ વર્ષની દીકરીને કચડી માટી ભરેલ ટ્રેક્ટરનો ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે હાંસોટના પેટ્રોલ પંપ પર પાણી પી ને બહાર નીકળતા અપંગ ને ટેમ્પા ચાલકે કચડી નાખતા CCTV માં આ લાઈવ દ્રશ્યોને જોઈ ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
હાંસોટ ખાતે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર શનિવારે બપોર ના સુમારે રામનગર હાંસોટ ખાતે રહેતા 58 વર્ષીય દિવ્યાંગ આઘેડ રામાભાઈ નારણભાઈ મિસ્ત્રી પેટ્રોલ પંપ પર પાણી પીવા ગયા હતા. બેકાર દિવ્યાંગ પોતાની તરસ છુપાવી પેટ્રોલ પંપમાંથી 2 હાથ ઘસેડી બહાર નીકળી રહ્યો હતો.
https://twitter.com/watchgujarat/status/1350439223594110977?s=21
દરમિયાન આઇસર ટેમ્પો નં-જીજે 16 એયુ 3578 નો ડ્રાઈવર ત્યાં ડીઝલ પુરાવી રહ્યો હતો. ટેમ્પમાં ફિલરે ડીઝલ પુરાવી દેતા ટેમ્પો ચાલક કેબિનમાં ઘુસી વાહન ચાલુ કર્યું હતું. દરમિયાન ટેમ્પા આગળથી જ 2 હાથ ઘસડતો દિવ્યાંગ પસાર થઈ રહ્યો હતો જેના પર કોઈનું ધ્યાન નહિ જવા વચ્ચે ટેમ્પા ચાલકે વાહન હંકારતા જ આગળના ટાયરમાં દિવ્યાંગ આધેડ કચડાઈ ગયો હતો.
ઘટનાની જાણ મૃતક ના સમાજ ને થતાં લોકટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી લોકટોળા ને વિખેરી નાખ્યા હતા. મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી ફરાર ટેમ્પા ચાલકને પકડવા કવાયત હાથ ધરાઈ હતી. સમગ્ર અકસ્માત પેટ્રોલ પંપના CCTV માં લાઈવ કેદ થઈ ગયા બાદ વાયરલ થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.
બીજી ઘટનામાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બંબાખાના સ્થિત કોઠી ફળિયા ખાતે ભરૂચ નગર પાલિકાનાં સુએઝ પ્લાન્ટની કન્ટ્રકશનની કામગીરી ચાલી રહી છે જ્યાં કેટલાક મજુર વર્ગો પણ ઝૂંપડી ઊભી કરી તેમાં વસવાટ કરી રહ્યા છે જે ગત રોજ મોડી રાત્રિએ ઝૂંપડામાંથી એક દોઢ વર્ષની લક્ષ્મી નામની માસુમ બાળકી બહાર નીકળતાની સાથે જ માટી ભરેલા ટ્રેક્ટર નંબર જીજે 16 બીબી 4097 ના ચાલકે પોતાનું ટ્રેક્ટર હંકારી મુકતા ટ્રેક્ટરના પાછળના ટાયર નીચે માસુમ બાળકી આવી જતા તેનું ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. ટ્રેકટર ચાલકે પોતાનું ટ્રેક્ટર મૂકી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. બી ડિવિઝન પોલીસ મથકે મૃતક બાળકીના પિતા લાલભાઈ રૂપસિંગ મહિડાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.