• મુસ્લિમ સમાજ માં ભાગલાવાદી માનસિકતા ધરાવતા ભાજપની બીટીમ  AIMIM ની સભાનો જાહેર બહિષ્કાર
  • સમાજના લોકોને યુવાનો ને ગેરમાર્ગે દોરવા આવતા આવા ઇસમો થી (ફિત્નાઓ)થી સમાજને જાગૃત કરી ગંદી રાજકીય રમતથી સમાજ નું રક્ષણ કરવા ઝુંબેશ
  • ઔવેશી બંધુઓને જાકારો આપી સંપૂર્ણ બહિષ્કાર કરવાની જરૂરના સંદેશા વાઇરલ થતા રાજકીય ગરમાવો

WatchGujarat. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહારમાં લઘુમતિ મુસ્લિમ સમાજ ના મતોનું વિભાજન કરી ભાજપને ભરપેટ ફાયદો કરાવનાર  AIMIM (ઑલ ઇન્ડીયા મજલીસે ઇજતેહાદુલ મુસ્લિમ) ગુજરાત ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં ફરી ભાજપને સ્પષ્ટ ફાયદો પહોંચાડવા ઠેર-ઠેર મુસ્લિમ બાહુલ્ય ધરાવતી બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવા જઇ રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા માં મુસ્લિમ સમાજ ના કહેવાતા હિમાયતી ઔવેશી બંધુઓ જાહેર સભા કરી મુસ્લિમ સમાજ ના યુવાનો ને ગેરમાર્ગે દોરવા તેમજ સેક્યુલર હિન્દુ સમાજના મતો નું પોલોરાઇઝેશન કરવા આવી રહ્યા છે.

ત્યારે મુસ્લિમ સમાજ ના દરેક આગેવાનો બુદ્ધિજીવીઓ ની ફરજ છે કે સમાજના લોકોને યુવાનો ને ગેરમાર્ગે દોરવા આવતા આવા ઇસમો થી (ફિત્નાઓ)થી સમાજને જાગૃત કરી ગંદી રાજકીય રમતથી સમાજ નું રક્ષણ કરવા ઝુંબેશ હાથ ધરાય.

ઔવેશી બંધુઓને ત્થા સમર્થકોને હું માત્ર ત્રણ પ્રશ્નો કરવા માંગુ છું

પ્રશ્ન-1 તેલંગાણા ઔવેશી બંધુઓની માતૃભૂમિ AIMIM નું હૅડ ક્વાર્ટર હોવા છતાં ત્યા 162 માંથી વિધાનસભા ની 7 બેઠકો પર જ ચૂંટણી લડે છે જ્યારે મહારાષ્ટ્ર, યુપી , બિહાર માં 40-50 બેઠકો પર ચૂંટણી માં ઉમેદવાર ઉતારે છે એવું શા માટે? ટી આર એસ (ચંદ્રશેખર રાવ) સાથે તેમનું ગઠબંધન છે આજ ટી આર એસ CAA-NRCનુ સમર્થન કરે છે તો ઔવેશી બંધુઓ સમર્થન પાછું કેમ નથી લેતા?

પ્રશ્ન-2 ભાજપ સરકાર ના ૨૦૧૪ માં ગઠન બાદ આઝમ ખાન થી માંડી લાલુપ્રસાદ યાદવ પી ચિદમ્બરમ, મર્હૂમ અહમદ પટેલ જેવા સેંકડો આગેવાનો ઉપર ઇન્કમટેક્સ,સીબીઆઇ, ઇડી સહીત એજન્સીઓ છોડવામાં આવી ખોટા કેસો કરી તેઓને જેલમાં બંધ કરાયા શું આજદિન સુધી ઔવેશી બંધુઓ પર કોઈ તપાસ કે કેસ કરાયા? ઔવેશી બંધુઓ પર શું ભાજપને એટલો પ્રેમ છે?

પ્રશ્ન-3 બિહાર,યુપી ની ચુંટણી માં ઔવેશી બંધુઓએ ઉપયોગ માં લીધેલ હેલીકોપ્ટર કઇ કંપની દ્રારા  ફાળવવામાં આવેલ?તેના બિલો રીલાયન્સ,અડાણી એ શા માટે ચુકવેલા?

હજુ પ્રશ્ન ઘણા છે પણ હાલ મુસ્લિમ સમાજ ના વડીલો , યુવાનો ની આંખો ઉઘાડવા આટલા પર્યાપ્ત છે

ન સમજોગે તો મિત જાઓગે મુસલમાનો તુમ્હારી દાસ્તાં તક ન રહેગી દાસ્તાનોમે

ભરૂચ જિલ્લા ના મુસ્લિમ સમાજને આ ક્ષણે જાગૃત રહેવાની લોકોને જાગૃત કરવાની જરુર છે ત્થા મુસ્લિમ સમાજ ના હિમાયતી બની મુસ્લિમ સમાજ ની એકતા અખંડિતતા ને તોડવાની મેલી મુરાદ લઇ આવતા ઔવેશી બંધુઓને જાકારો આપી સંપૂર્ણ બહિષ્કાર કરવાની જરૂર છે.

(અસદુદ્દીન ઓવૈસીની ભરૂચમાં મુકાલાત પહેલા સંદેશા વાઇરલ થયા છે. watchgujarat.com સંદેશાની સત્યાતા અંગે કોઇ ખરાઇ કરતું નથી)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud