• 3 દિવસ પહેલા જ રાતે યુવાનને જબરજસ્તી નદેલાવ રોડ પર લઈ જઈ રોકડ, કાર્ડ, વીંટી સહિતની લૂંટ ચલાવાય હતી
  • બળજબરી પુર્વક રીક્ષા માં બેસાડી ને રોકડા રૂપિયા લુંટી લીધા બાદ HDFC તથા ICICI ના ATM કાઢી લીધા હતા. બાયપાસ વિસ્તારમાં આવેલ ATM સેન્ટર પરથી રૂપિયા ઉપાડ્યા

ભરૂચ. પોલીસ તરીકેની ઓળખાણ આપી બાઈક ઉપર લીફ્ટ આપી રોકડા રૂપિયા તેમજ દાગીનાની લૂંટ ચલાવનાર બન્ને ભેજાબાજોને પોલીસે મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

એ ડિવિઝન પી.આઈ. એ.કે.ભરવાડ, પોસઇ વી.એચ.ચૌહાણ, હે.કો. રાજેન્દ્રભાઇ, જીતેન્દ્રભાઇ, જશવંતભાઇ સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ આરોપીઓનાં વર્ણન આધારે બાઈક સાથે 2 લૂંટારું શેખ મંહમદ અફઝલ રહે- વેજલપુર કુભારીયા ઢોળાવ અને સન્ની મુકેશભાઇ મિસ્ત્રી રહે- વેજલપૂર , ઘાચીવાડ , ભરૂચ નાઓને લુંટમાં ઉપયોગ કરેલ બાઈક તથા રીક્ષા સાથે ઝડપી પાડ્યા હતા.

બન્ને આરોપીઓએ 16 સપ્ટે. નાં રાત્રીનાં 11 વાગ્યાના સુમારે કૂમારન એમ . મુરુગેશન રહે . આશીર્વાદ સોસાયટી નંદેલાવ રોડ , ભરૂચને આરોપી સન્ની મિસ્ત્રીએ બાઈક ઉપર પ્રથમ ABC સર્કલ થી લિફ્ટ આપી હતી. પોલીસ હોવા અંગેનો ખોટો પરીચય આપી ધાક ધમકી આપી આરોપીઓ ફરીયાદીને મઢુલી સર્કલ ખાતે ઉતારવાને બદલે જબરજસ્તી કરી નંદેલાવ ગામ તરફનાં રોડ ઉપર લઇ ગયા હતા.

વગર નંબરની રીક્ષા પાર્ક હતી જ્યાં આરોપી શેખ મહમદ અફઝલ ઉભેલ હતો તે જગ્યાએથી ફરીયાદીને બળજબરી પુર્વક રીક્ષા માં બેસાડી ને રોકડા રૂપિયા લુંટી લીધા બાદ HDFC તથા ICICI ના ATM કાઢી લીધા હતા. બાયપાસ વિસ્તારમાં આવેલ ATM સેન્ટર ઉપર થી રૂપિયા પણ કાઢેલ હતા તેમજ GOOGLE PAY APPLICATION નો પાસવર્ડ દ્વારા પણ આરોપીઓ એ ફરીયાદી પાસેથી જબરજસ્તી તેમજ ધાક ધમકી આપી માર મારી રોકડા રૂપિયા ૧૫,૩૫૦, ચાંદીની વીટી તથા કાંડા ઘડીયાળની લુંટ કરી હતી .

પોલીસે આરોપીઓએ ગુનામાં ઉપયોગ માં લીધેલ બાઈક, રીક્ષા, રોકડા, વીટી તથા કાંડા ઘડીયાળ રીકવર કરી વધુ મુદ્દામાલ બાબતે બંનેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud