• ભરૂચ જિલ્લામાં ઘોડાપૂરથી 6695 લોકોનું સ્થળાંતર
  • નર્મદા ડેમની સપાટી 132.99 મીટરે
  • હજી ગોલ્ડનબ્રિજે સપાટી 1 ફૂટ વધવાની વકી, હાલ 34.76 સ્થિર
  • સુપ્રીમ કોર્ટની પૂર્ણ ઊંચાઈ 138.68 મીટર સુધી પાણી ભરવાની લીલીઝંડી

ભરૂચ.સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના રાવ ડેમમાંથી 12 લાખ ક્યુસેક સુધી પાણી છોડાતા નર્મદા નદીમાં સતત બીજા વર્ષે ઘોડાપુર આવતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 108 ગામને એલર્ટ કરાયાં હતા.

ભરૂચમાં ભયંકર પૂરના મંગળવારે ત્રીજા દિવસે ગોલ્ડનબ્રિજે નર્મદાના નીર 50 વર્ષમાં 7 મી વખત 34.93 ફૂટે સ્પર્શી ગયા હતા. જે બાદ સપાટી ઘટતા બપોર સુધીમાં 34.76 ફૂટે સ્થિર થઈ હતી.

નર્મદા નદીએ 34 ફૂટની સપાટી વતાવતા ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 6695 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જુના ભરૂચમાં ફુરજા બંદર, દાંડિયાબજાર, ચાર રસ્તામાં પુરના પાણી ફરી વળતા નાવડીઓ ફરતી થઈ ગઈ છે.

પૂરના પ્રતાપે શહેરમાં 400 થી વધુ વેપારીઓની દુકાનો પાણીમાં ગરક થતા ભારે નુક્શાનીનો સામનો કરવો પડ્યો છે. ભરૂચ, ઝઘડિયા અને અંકલેશ્વરમાં 20000 થી વધુ હેકટરમાં ખેતીને ભારે ફટકો પોહચ્યો છે.

ગણેશ વિસર્જને જ શિવપુત્રની વિદાયે શિવપુત્રી રેવાનું રોદ્ર સ્વરૂપ હાલ પૂરતું શાંત થયું છે ત્યારે સુપ્રીમ કોર્ટ પણ નર્મદા ડેમને તેની પૂર્ણ ઉંચાઈ 138.68 મીટર સુધી ભરવાની મજૂરી આપતા હવે ડેમના દરવાજા ધીમે ધીમે બંધ કરી જળસંગ્રહ કરશે. હાલ ડેમની સપાટી 132.99 મીટર છે ઉપર્વસમાંથી 1132227 ક્યુસેક પાણીની આવક સામે 1131827 ક્યુસેક જાવક થઈ રહી છે. પૂનમની ભરતીના કારણે હજી નદીની સપાટી 1ફૂટ વધવાની શકયતા સેન્ટ્રલ વોટર કમિશને વ્યક્ત કરી છે.

Facebook Comments

Our Partners

Allianz Cloud
error: Share the News !