•  બાઇક પર આવેલા 2 શખ્સો ફાયરિંગ કરી પિસ્તોલ મૂકી ફરાર
  •  સંગ્રહ ઘટના સીસીટીવીમાં કેદ
  •  પંચબત્તી ખાતે જવેલર્સ, વેપારીઓ સહિત લોકોના ટોળા વચ્ચે પોલીસની ગાડીઓનો જમાવડો
ભરૂચ.ભરૂચ શહેરના હાર્દસમાં પંચબત્તી વિસ્તારમાં સોમવારે ભરબપોરે બાઇક પર આવેલા 2 શખ્સો એ અંબિકા જવેલર્સમાં ઘુસી ફાયરિંગ કરતા 2 વ્યક્તિને ઇજા પોહચી છે. શહેરની મધ્યમાં લૂંટારુઓ એ જવેલર્સની દુકાનને દિન દહાડે નિશાનો બનાવતા ખળભળાટ મચી ગયો છે.
ભરૂચના પંચબત્તી ખાતે અંબિકા જવેલર્સની દુકાન આવેલી છે. સોમવારે બપોરે 2 શખ્સો દુકાનમાં ઘુસી આવ્યા હતા. દુકાનનો સ્ટાફ કે જવેલર્સ કઈ સમજે તે પહેલાં જ એક શખ્સે પોતાની પાસે રહેલી પિસ્તોલ થી ફાયરિંગ કરતા  2 વ્યક્તિ ઇજા ગ્રર્સ્ટ થઈ છે. જેમાં એક વ્યક્તિને પેટમાં અને એક વ્યક્તિને હાથમાં ગોળી વાગતા પ્રથમ સિવિલ બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
લુંટારૂ ગોળી માર્યા બાદ બંદુક મુકી ફરાર થયા
ભરબપોરે ફાયરિંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ફાયરિંગ કર્યા બાદ બન્ને આરોપી પિસ્તોલ પણ જવેલર્સના ટેબલ ઉપર જ છોડી બાઇક લઈ ફરાર થઈ ગયા હતા. સંગ્રહ ઘટના જવેલર્સની દુકાન અને પંચબત્તી પર લાગેલા 4 થી વધુ સીસીટીવી માં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવવા સાથે શહેરમાં નાકાબંધી કરી દીધી છે.

ભરબપોરે જવરલર્સની દુકાનમાં ફાયરિંગને લઈ પંચબત્તી સ્ટેશન રોડના સોનીઓ માં પણ સોપો પડી ગયો છે. ઘટનાને પગલે પંચબત્તી ખાતે પોલીસ કાફલા સાથે ટોળે ટોળા ઉમટી પડતા ચક્કાજામ સર્જાયો હતો. ઇજાગ્રસ્તની પૂછપરછ અને આરોપીઓ ઝેર થયા બાદ જ ઘટના પાછળની હકીકતનો પર્દાફાશ થઈ શકે છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud