અગાઉ શાકવા અને કોલીવાડ ગ્રામજનો વચ્ચે 2400 રોપા ઉખેડી નાખતા થયેલી બબલમાં નવો વળાંક
ડેડીયાપાડા પોલીસે 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
ભરૂચ.નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં જંગલની જમીન ખેડવા મુદ્દે બે દિવસ અગાઉ શાકવા અને કોલીવાડ (બોગજ) ગામના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં કપાસનું વાવેતર ઉખેડવા ફોરેસ્ટ અધિકારી મજૂરો સાથે આવ્યાં હતાં. દરમિયાન 100 લોકોનું ટોળું વિરોધ કરવા ત્યાં આવી પહોંચ્યું હતું. સ્થિતિ વણસી જતા ફોરેસ્ટ અધિકારીએ પોલિસને જાણ કરતા પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને ટોળામાંથી તોફાની તત્ત્વોને પકડી પોલીસ મથકમાં લવાઈ રહ્યાં હતાં. દરમ્યાન ટોળાંએ પોલીસ અને ફોરેસ્ટનાં કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.
ડેડીયાપાડા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખટામ રાઉન્ડની બોર બીટમાં કંપાર્ટમેન્ટ 334 વાળી રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં ફુલસિંગ વાગડીયા વસાવા, અમરસિંગ જાતિયા વસાવા, નવજી અમરસિંગ વસાવા તથા નરેશ ગંભીર વસાવાએ (તમામ રહે. શાકવા ડેડીયાપાડા) ગેરકાયદેસર પ્રવેશ કરી કપાસના 2400 રોપાઓ ઉખેડી નાખ્યા હતાં. એ જ જમીનમાં કપાસનું નવેસરથી વાવેતર કર્યું હતું એનું 2/9/2020 ના રોજ નેતરંગના મદદનિશ સંરક્ષક એ. ડી. ચૌધરી કોલીવાડ (બોગજ) ગામે 30 મજૂરની મદદથી ઉખેડવા ગયા હતાં.
દરમિયાન દિનેશ મોહન વસાવા, જીજ્ઞેશ મોહન વસાવા, રામસિંગ દાજીયા વસાવા, ફુલસિંગ મોતિયા વસાવા (તમામ રહે. શાકવા) તથા કોલીવાડ બોગજ ગામના છગન સોનજી વસાવા સહીત અન્ય 100 લોકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું. સ્થિતિ બગડશે એવી ભીતિને પગલે ફોરેસ્ટ અધિકારીએ ડેડીયાપાડા પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી.
દરમિયાન ટોળાંએ ફોરેસ્ટ અને પોલીસકર્મીઓ સાથે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે 4-5 તોફાની તત્વોને પકડી પોલીસ વાહનમાં બેસાડવા જતા અન્ય લોકોએ પોલીસ સાથે જપાજપી કરી એક આરોપીને છોડાવી લઈ પોલિસ પર પથ્થરમારો કર્યો હતો.
આ હુમલામાં પો. કો અલ્પેશ ચંદુભાઈ વસાવા તથા હરેન્દ્ર સુખદેવ વસાવાને ઇજા પહોંચી હતી અને પોલીસની ગાડી GJ 22 GA 0187 ને નુકશાન થયું હતું. આ મામલે ડેડીયાપાડા પોલીસે 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાના તાજના સાક્ષી અને ફરિયાદી ડીયાપાડા પોલિસ મથકના PSI એ. ડી. ડામોરે જણાવ્યું હતું કે અગાઉ ડેડીયાપાડાના શાકવા અને કોલીવાડ (બોગજ) ગામના લોકો વચ્ચે રિઝર્વ ફોરેસ્ટ જમીનમાં ખેડાણ મુદ્દે માથાકૂટ થઈ હતી એ મામલે ગુનો પણ નોંધાયો હતો. અમારી સાથે બનેલી ઘટનાનું મૂળ પણ એ જ છે. હાલ તો 30નાં ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.