• પર્યાવરણને ના ભરપાઈ થાય એવું ગંભીર નુકશાન
  • જીપીસીબી ની કાર્યવાહી પછી પણ પરીસ્થિતિ અંકુશ બહાર
  • ગાંધીનગર વિજિલન્સ ટીમે તપાસ કરી કેટલાક ઉધોગોને ગેરકાયદે કેમિકલ વેસ્ટ નિકાલ કરતા પકડ્યા બાદ પણ સ્થિતિ જેસે થે
  • NCT ની લાઈનમાં ભંગાણથી ઉધોગોને કરોડોનું નુકશાન તો પર્યાવરણને ન પુરાઈ શકે તેટલી અસર

ભરૂચ. અંકલેશ્વર-પાનોલી ના ઓદ્યોગિક વસાહત ના ગંદા પાણી નું વહન કરતી પાઈપ લાઈન માં ભંગાણ સર્જાયા ના આજે સાતમે દિવસે પણ ઉદ્યોગો નું ગંદુ પાણી આસ-પાસ ની ખાડીઓ માં બે-રોકટોક વહી રહ્યું છે.

ઉદ્યોગો ને એફલુઅન્ટ ના છોડવાની સૂચનાઓ આપવામાં આવી છે તેમ છતાં કેટલાક ઉદ્યોગકારો તેમનું એફલુઅન્ટ ખાડીઓ માં છોડી રહ્યા છે. આજે પણ વસાહત માં અનેક ચેમ્બરો માંથી એફલુઅન્ટ ઉભરાતું અને બહાર રોડ પર અને વરસાદી કાસ માં જતું નજરે પડે છે.

3 દિવસ પેહલા પર્યાવરણ વાદીઓ ની ઉચ્ચ સ્તરે થયેલી ફરિયાદ ના આધારે ગાંધીનગર થી જીપીસીબી ની વિજીલન્સ ટીમ આવી હતી અને સ્થાનિક જીપીસીબી સાથે સંયુક્ત કાર્યવાહી કરી કેટલાક એકમો ને ગેરકાયદેસર કેમિકલ નિકાલ કરતા ઝડપી પાડ્યા હતા અને જીપીસીબી અનુસાર તેમના પર કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું છે, જોકે આ ક્યા એકમો છે અને કેવી કાર્યવાહી થઈ છે કે થવાની છે એ બાબત માં હાલ ગુપ્તતા જાળવી છે અને જીપીસીબી ની આ નવી પધ્ધતિ ચર્ચા એ જોર પકડ્યું છે. આજે પણ પર્યાવરણ વાદીઓ તરફથી ગાંધીનગર અને સ્થાનિક જીપીસીબી ને ફોટા-વિડીઓ ના પુરાવા આપી ફરિયાદ કરવામાં આવી છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે “જીપીસીબી ની કાર્યવાહી પછી પણ પરિસ્થીતી માં કોઈ જ ફર્ક પડ્યો નથી પરિસ્થીતી વધારે બગડી છે. કરોડો ના ઉત્પાદન ના નુકશાન નો અંદાજો લગાવવામાં આવ્યો છે તો આટલા દિવસો થી વેહતા એફલુઅન્ટ થી પર્યાવરણ ને કેટલું નુકશાન થયું છે એનું પણ મૂલ્યાંકન થવું જોઈએ અને જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ.

કરોડો રૂપિયા ના ઉત્પાદન કરતી આ વસાહતો અને NCT પાસે આધુનિક અને ડીઝીટલ યુગ માં આજે પણ પાઈપ-લાઈન લીકેજ ની કોઈ આધુનિક ટેકનોલોજી વિકસાવી શક્યા નથી અને “એક સાંધે અને તેર તૂટે” એવી પાટા-પીંડી ની પદ્ધતિ જ રીપેર કામ થઈ રહ્યું છે જેનાથી ઓદ્યોગિક ઉત્પાદન, રોજગારી અને પર્યાવરણ ને મોટું નુકશાન થઇ રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud