• ભરૂચ જિલ્લા ખેડૂત સમાજનો CM, ડેપ્યુટી CM ને પત્ર
  • ડેમના ખીણવાસના વિસ્થાપીતો ગણી ચૂકવાય વળતર
  • જમીનનું સત્તત બીજા વર્ષે પણ પૂર માં ધોવાણ
  • 2013 માં રેલ બાદ સંરક્ષણ દીવાલ 44 કરોડ ખર્ચે 4 ફેઝ માં મંજુર કરી પણ
  • કોન્ટ્રાક્ટર સાથે ડિઝાઇનના મુદ્દે વિવાદ થતા કામ અટક્યું


ભરૂચ. ખેડૂત સમાજે મુખમંત્રીને પત્ર લખી સરદાર સરોવર નર્મદા ડેમના પગલે 1970 બાદથી નર્મદા નદીના વહેણનું અંકલેશ્વર તરફ પ્રયાણ તેમજ પુરથી થઈ રહેલી બરબાદી રોકવા રજુઆત કરી છે.

અંકલેશ્વર નર્મદા કાંઠાની જમીનનું સત્તત બીજા વર્ષે પણ પૂર માં ધોવાણ થઇ જવા પામ્યું છે. છેલ્લા 30 વર્ષ થી નર્મદા નદીમાં ખેડૂતોની જમીન ગરક થતા અટકવામાં તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે.

2013 માં રેલ બાદ સંરક્ષણ દીવાલ 44 કરોડ ખર્ચે 4 ફૈઝ માં મંજુર કરી પણ કોન્ટ્રાક્ટર સાથે ડિઝાઇન ના મુદ્દે વિવાદ થતા કામ અટકી પડી છે. પ્રોજેક્ટ ભારભૂત રિવર કમ બેરેજ માં જોડ્યા બાદ પણ સંરક્ષણ દીવાલ ની કામ અધ્ધરતાલ છે. છેલ્લા 30 વર્ષ માં 2200 એકર જમીનનું ધોવાણ થઇ ચૂક્યું છે. જેમાં માત્ર 2 વર્ષમા જ 150 એકર જમીનનું ધોવાણ થયું છે. ચાલુ વર્ષે પૂર ના 4 દિવસમાં જ 70 એકર થી વધુ જમીનનું ધોવાણ થઇ ચૂક્યું છે.

અંકલેશ્વર તાલુકાના 11 થી વધુ ગામના 500 થી વધુ ખેડૂતો 2200 વિંધા જમીન વિહોણા બન્યા છે. જે પાછળનું કારણ નર્મદા નદીનું અંકલેશ્વર તરફનું પ્રયાણ સામે આવ્યું છે. અંકલેશ્વર કાંઠા વિસ્તારના આ ગામોની જમીન સત્તત ધોવાણ 1992 થી અવિરત વધ્યું ચાલુ છે. લોકો ની રજુઆતના અંતે 2012-13 પછી સરફુદ્દીન- નવા બોરભાઠા, જુના બોરભાઠા વિસ્તારમાં ગેબીયન વોલ કમ પ્રોટેક્શન વોલની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. જે માત્ર 9 મહિના ટૂંકા સમયમાં ઇજારદાર અને તંત્રની માથાકૂટ વચ્ચે અટકી જવા પામ્યું હતું અને હાઇકોર્ટમાં મામલો પહોંચી ગયો હતો.

ત્યારબાદ તંત્ર દ્વારા વિયર કમ બેરેજ યોજના અંતર્ગત અંકલેશ્વર નર્મદા નદી કિનારો કેચમેન સમાવી સંરક્ષણ દીવાલ બનાવાનો લોલીપોપ પકડાવી હાથ અધ્ધર તાલ કરી દીધા હતા. ગત વર્ષે પણ 80 થી 100 એકર જમીનનું પૂર માં ધોવાણ થયું હતું જે અંગે તંત્રને રજુઆત કરવા બાદ રિવર કમ બેરેજ કામગીરી ટૂંક માં શરૂ થઇ જશે તેવા ઠાલા વચનો મળ્યા છે. પણ આજદિન સુધી કામગીરી ચાલુ થઇ નથી જેને લઇ હવે ખેડૂતો માં ધીરે ધીરે છૂપો રોષ ફેલાઈ રહ્યો છે.

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા પ્રમુખ મહેન્દ્ર કરમરીયા એ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતને પત્ર લખી નર્મદા નદીમાં પુરથી ખેડૂતોની મહામૂલી જમીન નદીમાં ગરક થવા અંગે અંકલેશ્વરના આ ખેડૂતોને ખીણવાસના અસરગ્રસ્ત ગણવા રજુઆત કરી છે. સાથે જ અગાઉના જમીન ધોવાણ અને હાલના પુર નુક્શાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવા માંગણી કરી છે.

હાલમાં પૂરના પાણીમાં સૌથી વધુ જમીન ધોવાણ

નર્મદા નદીમાં 1992 થી જમીન ધોવાણ ચાલુ છે. હાલમાં જ પૂરના પાણી ધોવાણ ખુબજ વધી ગયું છે. અત્યાર સુધી 2200 થી વિધા જમીન ધોવાણ થયું છે. 500 થી વધુ ખેડૂતોની જમીન ધોવાય ગઈ છે. છેલ્લા 2 વર્ષમાં 150 એકર જમીન ધુવન થયું છે. તંત્ર સમક્ષ બસ એકજ અપીલ ભારભૂત રિવર કમ બેરેજની કામગીરી ચાલુ થાય કે ના થઇ પહેલા અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તારની જમીન ધોવાના અટકવા પાર ની કામગીરી કરવા અપીલ છે. તેઝડપ થી ચાલુ થાય તે જરૂરી છે. – કયુમન કેલાવાળા, ખેડૂત, બોરભાઠા ગામ

સરફુદ્દીન ગામે અધૂરી કામગીરીને લઇ આજે પણ ધોવાણ ચાલુ

સરફુદ્દીન ગામ થી 1 કિમિ સુધી વિસ્તાર જેતે વખતે પણ પ્રોટેક્શન વોલના કામગીરીમાં સમાવ્યો ના હતો અને આજે પણ એ કામગીરી અધૂરી છે. ગામ નજીકના ખેડૂતો જમીનનું ધોવાણ આજેપણ થઇ રહ્યું છે. તો ગામને પૂર ના પાણી અસર પણ વધી રહી છે. વારંવાર રજુઆત કરવામાં આવી છે. પણ કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી – જગદીશ વસાવા,સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ , તાલુકા પંચાયત, અંકલેશ્વર

જમીન ધોવાનની આંકડાકીય માહિતી

– 1992 થી જમીનના ધોવાણની શરૂઆત

– 2200 વિધા કરતા વધુ જમીનનું ધોવાણ

– 2800 કરોડ રૂપિયા ઉપરાંતની જમીન પાણી ગરક

– 12 થી 15 લાખ ઉપરાંત વિંધાની અંદાજિત કિંમત

– 500 થી વધુ ખેડૂતો જમીન ગુમાવી

પ્રોટેક્શન વોલના નામે તંત્રની લોલીપોપ

2012-2013 વર્ષ પછી માંડ 3 સ્થળે પ્રોટેક્શન વોલ કામગીરી કરાય તે પણ અધૂરી રહી જવા પામી છે. ત્યારબાદ ખેડૂતો દ્વારા ઉગ્ર રજુઆત કરતા તંત્ર દ્વારા રિવર કમ બેરેજના કેચમેન એરિયામાં સમાવામાં આવ્યો છે. તો યોજનાનો પ્રારંભ થશે એટલે પ્રોટેક્શન વોલ બનશે. યોજનોનું પી.એમ. દ્વારા ખાતમુહૂર્ત કર્યાને પણ આજે 2 વર્ષ થવા આવ્યા છે. છતાં યોજના કાગળ પર રહી જવા પામી છે.

નર્મદા અને અમરાવતી નદી સંગમ સ્થાને 100 વિધા જમીન વિલીન

અમરાવતી નદી નર્મદા નદીમાં કાંસીયા ગામ નજીક વિલીન થાય છે. અમરાવતી નદીમાં પૂરના પાણી અને નર્મદા નદીના પાણી લઇ ખાડી વિસ્તારમાં 100 વિધા કરતા વધુ જમીન 50 થી વધુ ખેડૂતો ગુમાવી દીધી છે. અમરાવતી નદીને લઇ આ સંગમ સ્થાન વિસ્તાર સત્તત ધોવાણ વધી રહ્યું છે.

નર્મદા નદી કાંઠાના ક્યાં ક્યાં ગામના ખેડૂતો જમીન ગુમાવી

નર્મદા નદી ધોવાણમાં હાંસોટ તરફ થી અંકલેશ્વર તરફ આવતા જુના તરીયા, નવા તારીયા, માટીએડ, કોયલી, જુના હરિપુરા, સજોદ, જુના સક્કરપોર ભાઠા, ખાલપીયા, સરફુદ્દીન, જૂના બોરભાઠા બેટ, નવા બોરભાઠા બેટ, જુના પુનગામ, સહીતના ગામો ખેડૂતો જમીન ગુમાવાનો વારો આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud