• અંકલેશ્વરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ : પ્રદૂષણનું ગ્રહણ ક્યારે દૂર થશે
  • પાનોલી ને.હા. પર ની ઓસ્કાર હોટલ પહેલા આવતી ખાડીમાં લાલ કલરનું દુર્ગંધયુક્ત કેમિકલનો ગેરકાયદે નિકાલ
  • વારંવાર બનતી આવી ઘટના, GPCB ને પડકાર ફેક્તા પ્રદૂષણ માફિયાઓ
  • કેટલાક બેજવાબદાર ઉદ્યોગોને કારણે ભોગવવાનો વારો તમામ વસાહત, લોકો અને પર્યાવરણને

અંકલેશ્વર. પાનોલી નજીક ઓસ્કાર હોટલ પાછળ અત્યંત ઘટ પ્રદુષિત લાલ કેમિકલયુક્ત પાણી જાહેર માં છોડાયું હતું. લાલ રંગનું અત્યંત પ્રદુષિત પાણી જાહેર માં છોડવામાં આવતા જીપીસીબીમાં ફરિયાદ કરાઇ છે. વારંવાર જાહેરમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણી ને લઇ પર્યાવરણવાદીઓ માં આક્રોશ જોવા મળ્યો છે.

અંકલેશ્વર અને પાનોલી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ઓસ્કાર હોટલ પાસે આવેલ ખાડી માં પ્રદુષણ માફિયાઓ દ્વારા જાહેર માં લાલ રંગ અત્યંત દુર્ગંધ યુક્ત એસિડિક પાણી છોડવામાં આવતા સ્થાનિકો આક્રોશ ફેલાયો હતો.

વિપુલ માત્રા માં પાણી ખાઈ માં તેમજ આજુબાજુ તળાવ સ્વરૂપે ફેરવાય જવા પામ્યું હતું. આ મુદ્દે જીપીસીબીમાં ફરિયાદ કરવામાં આવતા તેમના દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી હતી. કેમિકલયુક્ત પાણીના નમૂના લઇ પૃથક્કરણ માટે લેબમાં મોકલવા માટે કાર્યવાહી આરંભી હતી. અંત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમય થી જાહેર માં પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઇ પર્યાવરણવાદીઓ માં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આ મુદ્દે જીપીસીબી દ્વારા તટસ્થ તપાસ કરી કસુરવારો સામે પગલાં ભરવામાં આવે તેવી માગ કરાય છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સમયાંતરે કેટલાક બેજવાબદાર ઉદ્યોગો અને પ્રદુષણ માફિયાના કારણે ભોગવવાનો વારો તમામ વસાહત તેમજ ઉદ્યોગો સાથે પ્રજા અને પર્યાવરણને આવી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud