• વસંત મીલ ની ચાલમાં સામે બારણે દારૂનો વેપલાથી માતાની 2 દીકરી સાથે હિજરત
  • 24 મીએ ઘરમાં ઘુસી મારમાર્યોની બી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહિ

ભરૂચ. પંથકમાં હવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે બુટલેગરોથી રક્ષણ મેળવવા લોકો ભરૂચ જીલ્લા પોલીસ વડાને વિનંતી કરી રહ્યા છે. તાજેતરમાં વસંતમિલની ચાલ ખાતે આશરે 9 વર્ષથી રહેતા એવા દક્ષાબેન વસાવાએ ભરૂચ જિલ્લા પોલીસવડાને કરાયેલ અરજીમાં એમ જણાવ્યુ છે કે તેઓ તેમના પતિ અને બે બાળકીઓ સાથે વસંતમિલની ચાલમાં રહે છે તેમની બાજુમાં રહેતા કંકુબેન વસાવા ગેરકાયદેસર દારૂનું વેચાણ કરે છે તેમણે ત્યાં અલગ-અલગ જગ્યાએથી અલગ-અલગ માણસો દારૂ પીવા માટે આવે છે.

દક્ષાબેનની ઘરની સામે બેસીને દારૂ પીવે છે. દારૂ વેચવાનો અને જાહેરમાં બેસાડીને દારૂ પીવડાવવાનો વિરોધ દક્ષાબેન કરી ચૂકયા છે તેમજ અવાર-નવાર કંટ્રોલ રૂમ બી ડિવિઝન પોલીસ મથક તથા પોલીસ ચોકી પર જઈને માંગ કરી છે છતાં પણ પોલીસે આ દારૂનો અડ્ડો કાયમી ધોરણે બંધ કરાવ્યો નથી.

કંકુબેન તથા તેમના કુટુંબીજનો અને તેમના મળતિયાઓને મળીને પોલીસ ચાલી જાય છે તેમજ કાયદેસર કાર્યવાહી કરવાની માત્ર વાત જ કરે છે, ખૂબ દબાણ આવે તો જ દારૂ પકડવાનો દંભ કરે છે તેમજ ચોપડે બતાવવા અને પોલીસ પોતાનો બચાવ કરવા પૂરતી જ કાર્યવાહી કરતી હોવાનું જણાય રહ્યું છે.

અરજી દ્વારા દક્ષાબેને ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને વિનંતી કરી છે કે, તેમની તથા તેમના કુટુંબીજનોની રક્ષણ અંગે યોગ્ય કરે તેમજ હાલ તેમની બંને દીકરીઓ મોટી થઈ ગઈ છે. તેમના ઘર પાસે બેસીને દારૂડિયાઓ દારૂ પીવે છે અને દક્ષાબેન તથા તેમની દીકરી પર ગંદી નજરે જોય છે તેમજ વિવિધ વાતચીતો કરતાં હોય છે. તેમના મળતિયાઓ ખૂબ માથાભારે હોવાનું તેમની અરજીમાં જણાવ્યુ છે. તેઓ ગમે ત્યારે દક્ષાબેન પર હુમલો કરે અથવા કરાવે તેથી હાલ દક્ષાબેન હિજરત કરી તેમના સગાને ત્યાં રહેવા આવ્યા છે, તેથી આ અંગે બુટલેગર માથાભારે હોવાથી યોગ્ય પગલાં ભરવાં અરજી દ્વારા માંગ કરવામાં આવી છે.

અગાઉ પણ થયેલ મારામારી અને દક્ષાબેનની દીકરીના કપડાં ફાડી તેને પણ માર મારેલ તે અંગે કરેલ અરજી અંગે કોઈ કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા ન થયેલ હોવાથી દક્ષાબેન અને તેમના પરિવાર દ્વારા અરજી કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud