• ઝગડીયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝના P-55 પ્લાન્ટમાં ગેસ લીક થયો
  • પનીમાં હાઇડ્રોજન પ્લાંટ ની બાજુમાં આવેલા P-55 પ્લાંટ માં T4DCA નામનો ગેસ લીક થતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
  • આગ કયા કારણોસર લાગી છે અને કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તથા કેટલી નુકસાની થઈ છે તે હજી સુધી જાણી શકાયું નથી

ભરૂચ. ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝમાં સોમવારે બપોરના સુમારે પી-55 પ્લાન્ટમાં ગેસ લીક થતા દોડધામ મચી ગઇ હતી. બે ફાયર ફાઈટરોએ ગણતરીના સમયમાં આવી પોહચી સ્થિતિ પર કાબુ મેળવી લેવા સાથે ઘટનામાં કોઈ નુકશાની કે જાનહાની નહિ નોંધાતા તંત્રે હાશકારો અનુભવ્યો છે.

ઝગડિયા જીઆઈડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગેસ લીક થવાની ઘટના સોમવારે બની છે. કંપનીના P-55 પ્લાંટ માં ગેસ લીક થવાની ધટનાથી કર્મચારીઓમાં ભય વચ્ચે દોડધામ મચી ગઇ હતી. હાઇડ્રોજન પ્લાંટ ની બાજુમાં આવેલા P-55 પ્લાંટ માં T4DCA નામનો ગેસ લીક થયો હોવાની પ્રાથમિક માહિતી સાંપડી હતી.
આગ લાગી હોય તેવા સફેદ ગોટેગોટા ફેલાતા કંપની કર્મચારી તથા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાને પગલે ઝગડિયા જીઆઈડીસી ફાયર વિભાગ ના 2 ફાટર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઈટરોએ ગણતરીના સમયમાં સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. ધુમાડા અથવા ગેસના ગોટેગોટા જીઆઇડીસી માં પ્રસરી જતા ફફડાટ નો માહોલ જોવા મળ્યો હતો.
જોકે બનાવમાં કોઈ નુકશાની કે જાનહાની નહિ નોંધાતા તંત્ર અને કંપની સત્તાધીશો એ રાહતનો દમ લીધો છે. કંપની સૂત્રો તરફથી માહિતી બહાર આવી હતી કે, રીએક્ટરમાં કેમિકલ વધુ ગરમ થઇ જતાં પાણી નો છટકાવ કરતા ધુમાડાના ગોટ ગોટા નીકળ્યા હતા. આ અંગે ચોકસ કારણ તો તંત્રની તપાસ બાદ જ બહાર આવી શકશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud