• ભરૂચ પાલિકામાં વેરો ભરવા કતારો માસ કોરોના સંક્રમણનો ભય
  • ઓનલાઈન વેરો ભરવાની સુવિધા ખોટકાતા નગરજનોના પાલિકાએ ધાડે ધાડા
  • દંડ અને પેનલ્ટીથી બચવા વેરો ભરવાની આ હોડ બની શકે છે કોરોનાનો મોટો ખતરો

ભરૂચ. પાલિકા દ્વારા હાલમાં હાઉસ ટેક્સ વસુલાતની કામગીરી ચાલી રહી છે. ભરૂચના ૧૫ હજાર કોમર્શિયલ અને ૫૫ હજાર રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોલ્ડરોને ૧૦ દિવસની સમયમર્યાદા આપી હાઉસ ટેક્સ જમા કરાવવા સૂચના આપી છે. સમય મર્યાદા બાદ રકમ દંડ સાથે ભરપાઈ કરવાની રહશે.

લેટ પેમેન્ટ પેનલ્ટી ટાળવા મોટી સંખ્યામાં મિલ્કત ધારકો પાલિકા કચેરી પહોંચી રહ્યા છે. પાલિકામાં માત્ર એક કાઉન્ટર હોવાથી હાઉસ ટેક્સ ભરવા માટે લાંબી કતારો પડી રહી છે. નંબર આવવા માટે લોકોએ ૧ કલાક સુધી કતારમાં પણ ઉભા રહેવું પડે છે ત્યારે પાલિકાની ટેક્સ કલેક્શનની કામગીરી આયોજન વગરની હોવાના આક્ષેપ થઇ રહ્યા છે .

એક તરફ કોરોના માથું ઊંચકી રહ્યો છે ત્યાં બીજી તરફ સરકારી કચેરીઓમાં જ લોકોને સોસીયલ ડિસ્ટન્સ વગર લાંબી કતારોમાં ઉભા રાખતા વિવાદ છંછેડાયો છે.

કોરોના થશે તો કોણ જવાબદાર

પાલિકાએ મિલકત વેરાની ઓનલાઈન ભરપાઈ કામગીરી બંધ કરી છે કે ખોટકાઈ છે. સર્વર ધીરૂ ચાલતું હોવાની વાતે પણ બંધ હોવાની જાણ થઈ રહી છે. ઓનલાઇન બંધ કર્યું છે ત્યારે કલાક થયો હજુ ૨ કલાક થશે કોરોના થશે તો કોણ જવાબદાર.
મન્સૂરી મહમદહુસેન – કરદાતા

આટલી લાઈનો છતાં કોઈ વ્યવસ્થા નહીં

પાલિકાએ વેરો ભરવા કેટલી લાઈનો લાગી રહી છે પણ પાલિકા બે ત્રણ બારી માટે કોઈ વ્યવસ્થા નથી કરતું. ઓનલાઇન સેવા પણ ઠપ્પ છે.
સમસાદઅલી સૈયદ – વિપક્ષ નેતા , કોંગ્રેસ

બીજું કાઉન્ટર શરૂ કરાવ્યું, ઓનલાઈન પણ કાર્યરત કરાવી રહ્યા છે

વેરાના બિલ ઘરે ઘરે પહોંચાડ્યા છે. લાઈનમાં લોકો ઉભા છે અમે બીજું કાઉન્ટર શરૂ કર્યું છે સોસીયલ ડિસ્ટન્સ રહે તેવી વ્યવસ્થા કરાવી રહ્યા છે ઓનલાઇન પેમેન્ટમાં તકલીફ દૂર કરાશે.
નરેશ સુથારવાળા – ચેરમેન, કારોબારી સમિતિ, ભરૂચ નગર પાલિકા

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud