ઔદ્યોગિક ગઢ ભરૂચમાં ઉધોગોમાં સુરક્ષા, સલામતી અને ચેકીંગ પર તંત્રનું રિવર્સ ચેકીંગ
જિલ્લા સમહર્તા ડો. એમ.ડી. મોડિયાની બેજવાબદાર ઉદ્યોગગૃહો પર ગાજ
ભરૂચમાં 4 મહિનામાં કોવિડ-19 ની ગાઈડલાઈનના પાલન અંગે 2586 કંપનીઓમાં તપાસ
ભરૂચ. ઔદ્યોગિક નગરી ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે તંત્રે ઉદ્યોગોમાં બહારથી આવતા ડ્રાઇવર-કલીનરના સ્ક્રિનિંગ ઉપરાંત 5 ટીમો દ્ધારા કંપનીઓમાં ઘનિષ્ઠ ચેકિંગ કરાવ્યું હતું. છેલ્લા 4 માસમાં જિલ્લાના 35 ઉદ્યોગોમાં કોવિડના નિયમોના પાલનમાં ભરોભર નિષ્કાળજી જણાઇ આવી હતી. જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ 31 ઉદ્યોગોને શો-કોઝ નોટિસ ફટકારી છે જ્યારે 4 કંપનીમાં સતત સંક્રમણ વધતાં ક્લોઝર નોટિસ આપી નિયમોનું ચૂસ્ત પાલન કરવા તાકીદ કરી છે.
ઉદ્યોગોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે કેન્દ્રમાંથી આવેલી ગાઇડલાઇન મુજબ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે પૈકી 7 જનરલ અને ઓફિસને સંલગન 25 મળી કુલ 32 પેરામીટરની ચકાસણી કરવામાં આવી હતી. છેલ્લા 4 મહિનામાં તંત્રે ભરૂચ જિલ્લાના અંદાજે 2586 ઉદ્યોગોમાં આરોગ્ય તપાસ હાથ ધરી હતી. જે પૈકી 35 ઉદ્યોગોમાં કોવિડના નિયમોને લઇ ગંભીર બેદરકારી જણાઇ હતી.
જિલ્લા કલેક્ટરે ડો. મોડિયા એ જે ઉદ્યોગોમાં સતત કોરોના સંક્રમણ જણાયું તેવા 4 ઉદ્યોગોને શો કોઝ નોટિસ ફટકારી છે જ્યારે અન્ય 31 ઉદ્યોગોને શોકોઝ નોટિસ આપી છે. આ ઉદ્યોગોએ કોરોના સંક્રમણ ન થાય તે માટે કયા પ્રકારના પગલાં ભર્યા છે તેવા જવાબ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ક્યા મહત્વના પેરામીટરની ખાસ ચકાસણી કરાઇ
- સોશિયલ ડિસ્ટન્સનું પાલન
- થર્મલ ગનથી ચેકિંગ
- સિમ્ટોમેટિક કે અસિમ્ટોમેટિકની સ્ક્રૂટીની
- વર્કપ્લેસ પર કર્મચારીઓ ભેગા ન રહે અથવા ફેસશીલ્ડ મૂકવું
- કાફેટેરિયામાં લોકો કઇ દિશામાં અને કેવી રીતે જમે છે
- જમવાનો સમય વધાર્યો છે કે કેમ ?
- ઓક્યુપેશન હેલ્થનો સ્ટાફ હોય છે કે કેમ ?
- રજિસ્ટરો મેઇન્ટેન કરે છે કે નહી ?
- ટ્રકના ડ્રાઇવર-કલીનરનું ચેકિંગ અને ડિસ્પેચ એરિયાની વ્યવસ્થા
- કલીનીંગ અને સેનેટાઇઝેશન
120 દિવસમાં 20,000થી વધુ ડ્રાઇવર-કલીનરનું સ્ક્રિનીંગ
ભરૂચ જિલ્લાના 5 ઔદ્યોગિક એકમો પૈકી અંકલેશ્વરના 576, પાનોલી અને હાંસોટના 538, ઝઘડિયા,વાલિયા અને નેત્રંગ તાલુકાના 548, આમોદ, ભરૂચ, જંબુસર અને પાલેજના 524 તેમજ વાગરા તાલુકાના 400 મળી કુલ 2586 ઉદ્યોગોમાં આરોગ્યને લગતી તપાસ કરી હતી. આ ઉદ્યોગોમાં આવેલી 14677 ટ્રક,ટેન્કર અને ટ્રેલરના 19800 થી વધુ ડ્રાઇવર-કલીનરનું સ્ક્રીનીંગ કર્યું હતું.
ધન્વંતરી રથની ચકાસણીમાં જ 274 પોઝિટિવ નીકળ્યા
ભરૂચ જિલ્લામાં 10 ધન્વંતરી રથને જુદા જુદા વિસ્તારોમાં ફેરવવામાં આવે છે. આ રથમાં હાજર મેડિકલ ટીમ દ્ધારા કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાભરમાંથી 274 કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા હતાં.
કોવિડ-19 ની તકેદારીમાં બેજવાબદાર 4 કંપનીઓને ક્લોઝર નોટીસ
- આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમી. - દહેજ જીઆઇડીસી
- લ્યુપિન લિમીટેડ - અંક્લેશ્વર જીઆઇડીસી
- એટીસી ટાયર્સ પ્રા. લિમી. - દહેજ જીઆઇડીસી
- બોરોસિલ રિન્યુએબલ્સ લિમી. - ગોવાલી, ઝઘડિયા
શોકોઝ નોટીસ ફટકારેલ 31 કંપનીઓ
ફિલિપ્સ કાર્બન બ્લોક લિમી. - પાલેજ
શ્રીજી પ્રિન્ટ એન્ડ પેક - ભરૂચ
કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમી.- અંક્લેશ્વર
પાલેજ કંડક્ટર્સ પ્રા. લી. - પાલેજ
અજંતા ફાર્મા લિમી. - દહેજ
કાંગારૂ ઇન્ડસ્ટ્રીઝ - દહેજ
દિપક નાઇટ્રેટ લિમી. - દહેજ
નિખિલ અધેસિવ્સ લિમી. - દહેજ
રાલિઝ ઇન્ડિયા - દહેજ
રાલિઝ ઇન્ડિયા - અંક્લેશ્વર
એશિયન પેઇન્ટ લિમી. - અંક્લેશ્વર
ઇન્ડોફિલ ઇન્ડસ્ટ્રીઝ લિમી. યુનિટ 3 - દહેજ
યુપીએલ લિમી. 5 - ઝઘડિયા
પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ લિમી. - પાનોલી
ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમ.- વિલાયત
આઇસીપીએ હેલ્થ પ્રોડક્ટ્સ લિમી. - ભરૂચ
વેક્ટસ ઇન્ડસ્ટ્રીઝ લિમી.- દહેજ
વિશાલ એન્ટરપ્રાઇઝ - દહેજ, ગલેન્ડા
જે. જે. પ્લાસ્ટીક પ્રા. લિમી. - દહેજ
પાટકર એક્સટ્રસન પ્રા. લિમી. - દહેજ
સહ્યાદ્રી રસાયણ - દહેજ
યુપીએલ લિમી. યુનિટ 12 - કાડોદરા, વાગરા
હિન્દુસ્તાન માઇક્રો વર્ક્સ એન્જિનિયરીંગ - ભરૂચ
બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમી. - ઝઘડિયા
મેક્સોન કલર કેમ પ્રા. લિમી. - દહેજ
જીએનએફસી - ભરૂચ
- ઔદ્યોગિક ગઢ ભરૂચમાં ઉધોગોમાં સુરક્ષા, સલામતી અને ચેકીંગ પર તંત્રનું રિવર્સ ચેકીંગ
- જિલ્લા સમહર્તા ડો. એમ.ડી. મોડિયાની બેજવાબદાર ઉદ્યોગગૃહો પર ગાજ
- ભરૂચમાં 4 મહિનામાં કોવિડ-19 ની ગાઈડલાઈનના પાલન અંગે 2586 કંપનીઓમાં તપાસ