• ભરૂચ પાલિકા દ્વારા સતત બીજા દિવસે ₹153.74 લાખના ખાતમુહર્ત
  • કસક અંડરપાસનું ₹36.39 લાખના ખર્ચે રીનોવેશન અને બ્યુટીફીકેશન કરવામાં આવશે

ભરૂચ. પાલિકા દ્વારા સતત બીજા દિવસે મંગળવારે રૂપિયા 153.74 લાખના વિવિધ વિકાસકામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ હાથ ધરાયુ હતું. કોરોના લોકડાઉનમાં ભરૂચ જિલ્લા અને ઉધોગો સહિત લોકોનું જનજીવન પણ થંભી જવા સાથે સરકારી તેમજ સ્વરાજની સંસ્થાઓના વિકાસ કામો ઉપર પણ બ્રેક વાગી ગઈ હતી.

ધીમે ધીમે ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લાની ગાડી કોરોના મહામારી વચ્ચે પાટે ચઢવા મથામણ કરવા સાથે જનજીવન પણ સામાન્ય થઈ રહ્યું છે. અનલોકમાં સરકારી અને સ્વરાજની સંસ્થાઓ દ્વારા વિકાસના કામોને હવે વેગ આપવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. સોમવારે પાલિકા દ્વારા ભરૂચ શહેરમાં કરોડોના વિકાસકામોના ભૂમિપૂજન સાથે સિટી બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી.

મંગળવારે સતત બીજા દિવસે રૂપિયા 153.74 લાખના વિકાસકામોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયું હતું. ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશ સુથારવાલા, રાજશેખર દેશાનવર, મુખ્ય અધિકારી સંજય સોની, અન્ય કોર્પોરેટરો સહિતની હાજરીમાં કસક ગરનાળાનું ₹36.39 લાખના ખર્ચે બ્યુટીફીકેશન અને રીનોવેશન, કટોપોર દરવાજા થી ફાંટા તળાવ સુધી પાણીની સમસ્યા હલ કરવા ₹ 49.06 લાખના ખર્ચે પાઇપલાઇન તેમજ સ્ટેશન ટાંકી ખાતે ₹45.13 લાખના ખર્ચે સ્ટોર રૂમ અને લેબનું ભૂમિપૂજન કરાયું હતું . બરાન પુરા કસક મિશ્રશાળા ના ₹23.15 લાખના ખર્ચે બનેલ મકાનનું લોકાર્પણ પણ કરાયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud