• યુવાને પોતાને જાતિય સમસ્યા હોવાનું છુપાવી લગ્ન કર્યા
  • લગ્ન બાદ પતિ-પત્નીનું જાતીય જીવન યોગ્ય રીતે ચાલતું ન હતું
  • લગ્ન બાદ પણ સંતાન સુખ પ્રાપ્ત થયું ન થતા પરિણીતાને પરિવારજનો મેણા ટોણા મારતા હતા
  • કાકા સસરા આડકતરી રીતે શારીરિક સબંધ બાંધવા દબાણ કરતા હતા.

નર્મદા. રાજપીપળા નજીકના એક ગામમા પરિણીત મહિલા પાસે કાકા સસરા આડકતરી રીતે શારીરિક સંબંધ મામલે દબાણ કરતો હોવાની એક ઘટના સામે આવી છે. પરિણીત મહિલાને સંતાન ન થતા સાસરિયાઓ એને મેણા ટોણા મારતા હતા તો બીજી બાજુ કાકા સસરા આડકતરી રીતે શારીરિક સબંધ બાંધવા દબાણ કરતા હતા.

મહિલાએ કંટાળી 181 મહિલા અભયમ ટીમની મદદ માંગતા મામલો થાળે પડ્યો હતો. રાજપીપળા પાસેના એક ગામની યુવતીના લગ્ન સમાજના રિતી રિવાજ મુજબ થયા હતા, લગ્ન બાદ તેઓ પોતાના કાકા કાકી સાથે રહેતા હતા. જો કે લગ્ન પેહલા જ એ યુવતીના પતિને જાતીય સમસ્યા હતી જેને એમણે છુપાવી હતી. હવે લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે જાતીય જીવન યોગ્ય રીતે ચાલતું ન હતું, જેના પરિણામ સ્વરૂપે પરિણીતાને લગ્ન બાદ પણ સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું.

હવે મહિલા પરિવારને જલ્દીથી વારસદાર આપે એમ કાકા-કાકી ઇચ્છતા હતા. હવે આ જ કારણોસર તેના પતિ અને કાકા સસરા તરફથી અવાર નવાર હેરાનગતિ થતી રહેતી હતી. તો પરિવારના અન્ય સભ્યો મહિલાને મેણા ટોણા મારતા હતા. પોતાના ભત્રીજામાં શારીરિક ખામી હોવાનું જાણતા હોવાથી કાકા સસરા આડકતરી રીતે પરિણીતાને શારીરિક સબંધ બાંધવા દબાણ કરતા હતા.

પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહેલી પરિણીતા પોતાની આ વ્યથા કોઈને જણાવી પણ શકતી ન હતી. જેથી કંટાળી અને હવસખોર કાકા સસરાથી પોતાને ખતરો હોવાનું માની લઈ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની મદદ માંગી હતી. તુરંત રાજપીપળાની અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી પતિને યોગ્ય માર્ગદર્શન આપી પત્નીને હેરાન નહીં કરે તેની ખાતરી મેળવી સમાધાન કરાવ્યું હતું. અભયમ ટીમે તેમના પતિને અસરકારક કાઉન્સિલિંગ કરતા જણાવ્યું કે તમારી જાતીય સમસ્યાનો યોગ્ય મેડિકલ ઉપચાર કરી શકાય છે માટે આ બાબતે તમે સેક્સોલોજિસ્ટ પાસે મેડિકલ ટ્રીટમેન્ટ લઈ સમસ્યાથી મુકત થઈ શકો તેમ છો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમા પણ મેડિકલ કાઉન્સેલિંગ દ્વારા માર્ગદર્શન મેળવી શકો છો. આમ તેમને યોગ્ય માહિતી આપવાથી પતિ પત્ની મેડિકલ ટ્રીટમેન્ટ લેવા માટે તૈયાર થયાં હતા અને અભયમ ટીમનો જરૂરી માર્ગદર્શન આપવા બદલ આભાર માન્યો હતો. 181 મહિલા અભયમ ટીમ દ્વારા તેમના કાકા સસરાને પણ પરિણીતાને હેરાન ન કરવા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud