• નર્મદાના પુરથી તારાજ 10 ગામના ખેડૂતો 15 દિવસથી ખેતી માટે વીજળી વિના બેહાલ
  • DGVCL ઝઘડિયા કચેરીએ કાર્યપાલક ઇજનેરને આવેદન આપી રજુઆત

ભરૂચ. ઝઘડિયા તાલુકાના કાંઠાના 10 થી વધુ ગામના ખેડૂતો નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરમાં તારાજ થયા બાદ વીજપોલ અને ટ્રાન્સફમરો ખોટકાતા 15 દિવસથી ખેતી માટે વીજળી નહિ મળતા બેહાલ બની ગયા છે.

સરદાર સરોવર નર્મદા ડેમ માંથી છોડાયેલા 10 લાખ ક્યુસેકના કારણે ડાઉનસ્ટ્રીમમાં આવેલ ઘોડાપૂરની કળ હજી ભરૂચ જિલ્લાના કાંઠા ના ગામ લોકો તેમજ ખેડૂતોને વળી નથી. હજી પણ ખેડૂતો પુરની નુક્શાનીમાંથી બેઠા થયા નથી. બે દિવસ પહેલા જ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે પુરથી પાયમાલ થયેલા ખેડૂતોને વળતર ચૂકવવા મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરાઈ હતી.

ઝઘડિયા તાલુકાના ખેડૂતોએ બુધવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને કચેરીએ ધસી જઇ રજુઆત કરી છે. ઝઘડિયામાં નર્મદા પુરથી વીજ પોલ ધરાશાયી થયા બાદ પંદર દિવસ થી ખેતી માટે વીજળી ન મળતા ખેડૂતોએ કાર્યપાલક ઈજનેર ને આવેદન પત્ર પાઠવ્યુ હતું. તાલુકાના રાણીપુરા, ઉંચેડીયા, ગોવાલી ગામના ખેડુતો ઝઘડિયા વીજ કચેરીએ પહોંચ્યા હતા. આવેદન વાંચી સંભળાવી વહેલી તકે નિવારણ લાવવા માગણી કરી હતી. જો ઉકેલ ન આવે તો આંદોલન છેડવાની ચીમકી ઉચારાઈ છે. પુરમાં નુકશાની પામેલા વીજ થાંભલા, લાઈનો અને ટ્રાન્સફરો સમારકામ કરી તાત્કાલિક વીજપુરવઠો શરૂ કરવા રજુઆત કરાઇ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud